Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના સેક્સ-સ્કૅન્ડલનો માસ્ટરમાઇન્ડ પ્રજ્વલ ગૌડા સોશ્યલ મીડિયા પર પ્રગટ્યો, કહ્યું કે સત્યની જીત થશે

કર્ણાટકના સેક્સ-સ્કૅન્ડલનો માસ્ટરમાઇન્ડ પ્રજ્વલ ગૌડા સોશ્યલ મીડિયા પર પ્રગટ્યો, કહ્યું કે સત્યની જીત થશે

02 May, 2024 08:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેક્સ-સ્કૅન્ડલ સામે આવ્યા બાદ પ્રજ્વલ સામે પોલીસ-ફરિયાદ થઈ હતી.

પ્રજ્વલ ગૌડા

પ્રજ્વલ ગૌડા


કર્ણાટકમાં બે હજારથી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરીને તેમના વિડિયો શૂટ કરવાના સૌથી મોટા સેક્સ-સ્કૅન્ડલના મુખ્ય આરોપી સંસદસભ્ય પ્રજ્વલ ગૌડાનું નિવેદન સામે આવ્યું છે. બુધવારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પ્રજ્વલે કહ્યું છે કે ‘હું હાલ બૅન્ગલોરમાં નહીં હોવાથી મેં વકીલ મારફત પોલીસને જાણકારી આપી છે. ટૂંક સમયમાં સત્યની જીત થશે.’ 
સેક્સ-સ્કૅન્ડલ સામે આવ્યા બાદ પ્રજ્વલ સામે પોલીસ-ફરિયાદ થઈ હતી. એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલને JDS (જનતા દળ-સેક્યુલર)માંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પ્રજ્વલના વકીલે જણાવ્યું હતું કે બૅન્ગલોર પાછા ફરવા અને પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા માટે પ્રજ્વલે ૭ દિવસની મુદત માગી છે. પ્રજ્વલ અને તેના પિતા એચ. ડી. રેવન્ના સામે તેમના ઘરમાં કામ કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. એ પછી સમગ્ર સ્કૅન્ડલ સામે આવ્યું હતું. પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હસન બેઠક પરથી લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર છે. મતદાનના બીજા જ દિવસે તે વિદેશ ભાગી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK