Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અપશબ્દો બોલવા અશ્લીલતા નથી, સિવાય કે એમાં જાતીય અર્થ હોય

અપશબ્દો બોલવા અશ્લીલતા નથી, સિવાય કે એમાં જાતીય અર્થ હોય

Published : 08 April, 2026 08:50 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અવલોકન સ્પષ્ટ કરે છે કે આધુનિક સમયમાં ગરમાગરમ ચર્ચાઓમાં આવા શબ્દોનો વારંવાર ઉપયોગ થાય છે.

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અપશબ્દો અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ પોતે જ અશ્લીલતા ગણી શકાય નહીં, સિવાય કે ભાષામાં જાતીય અથવા કામુક તત્ત્વ હોય. કોર્ટે કૌટુંબિક મિલકતના વિવાદ દરમ્યાન બાસ્ટર્ડ જેવા શબ્દનો ઉપયોગ કરવા બદલ બે વ્યક્તિની સજાને રદ કરી દીધી હતી. આ અવલોકન સ્પષ્ટ કરે છે કે આધુનિક સમયમાં ગરમાગરમ ચર્ચાઓમાં આવા શબ્દોનો વારંવાર ઉપયોગ થાય છે.

જસ્ટિસ પી. એસ. નરસિંહા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે એના આદેશમાં જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 294(B) હેઠળ ત્યારે ગુનો બને છે જ્યારે ઉપયોગમાં લેવાયેલા શબ્દો કોઈની જાતીય લાગણીઓને ઉત્તેજિત કરે છે. આવા શબ્દોને અશ્લીલ ગણવા અને તેમને સજા આપવી યોગ્ય નથી.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 08:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK