Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બ્રેક ફેલ થવાથી ટ્રક ટકરાઈ બોલેરો સાથે

બ્રેક ફેલ થવાથી ટ્રક ટકરાઈ બોલેરો સાથે

Published : 24 April, 2026 11:02 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલેરોમાં ૯ જણ જીવતા સળગી ગયા, કુલ ૧૧નાં મોત : ઉત્તર પ્રદેશની ઘટના

ટ્રકની ટક્કર પછી ભડકે બળતી બોલેરો.

ટ્રકની ટક્કર પછી ભડકે બળતી બોલેરો.


ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ચણા ભરેલી એક ટ્રકની બ્રેક ફેલ થતાં એ એક બોલેરો જીપ સહિત અનેક વાહનો સાથે ટકરાઈ હતી. એને કારણે જીપમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કુલ ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બોલેરોમાં પ્રવાસ કરતા ૯ જણે જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રક, ટ્રેલર અને બે ફોર-વ્હીલર સહિત અનેક વાહનોનો સમાવેશ થાય છે.

બુધવારે રાત્રે ૮.૨૦ વાગ્યે આ અકસ્માતમાં બોલેરોમાં ૯ લોકો જીવતા બળી ગયા હતા, જેમાં ૪ બાળકોનો પણ સમાવેશ છે. આ ઉપરાંત એક ટ્રક-ડ્રાઇવરનું મોત થયું છે અને સ્વિફ્ટ કાર-ડ્રાઇવરનો મૃતદેહ અંદર ફસાયેલો છે જેને કારણે કુલ મૃત્યુઆંક ૧૧ થયો છે.



પ્રાથમિક અહેવાલો અનુસાર ટ્રક બોલેરો, સ્વિફ્ટ કાર અને ટ્રેલર સાથે અથડાઈ હતી જેને કારણે બન્ને ફોર-વ્હીલર્સમાં આગ લાગી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 11:02 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK