Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશનું ૪ રાજ્યોમાં વિભાજન થવાનો યોગી સરકારના મિનિસ્ટરનો દાવો

ઉત્તર પ્રદેશનું ૪ રાજ્યોમાં વિભાજન થવાનો યોગી સરકારના મિનિસ્ટરનો દાવો

Published : 22 September, 2026 02:34 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલગ પૂર્વાંચલ રાજ્ય બનશે ત્યારે એના પ્રથમ મુખ્ય પ્રધાન રાજભર સમાજમાંથી જ હશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓમ પ્રકાશ રાજભરે

ઓમ પ્રકાશ રાજભરે દેવરિયા

ઓમ પ્રકાશ રાજભરે દેવરિયા


સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ સરકારના કૅબિનેટ પ્રધાન ઓમ પ્રકાશ રાજભરે દેવરિયામાં એક જનસભાને સંબોધતાં ઉત્તર પ્રદેશના વિભાજન વિશે મોટો દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો. કાર્યકરોમાં જોશ ભરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં જાતિગત વસ્તીગણતરી થયા બાદ ઉત્તર પ્રદેશનું ૪ ભાગમાં વિભાજન નિશ્ચિત છે.

રાજભરે વિશ્વાસ સાથે કહ્યું હતું કે જે દિવસે પૂર્વાંચલને અલગ રાજ્યનો દરજ્જો મળશે એ રાજ્યનો પ્રથમ મુખ્ય પ્રધાન રાજભર સમાજનો જ દીકરો હશે. રાજભરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મેં પછાત વર્ગના ૨૭ ટકા અનામતના મુદ્દે વડા પ્રધાન સાથે વાત કરી હતી. વડા પ્રધાને ખાતરી આપી છે કે જાતિઆધારિત વસ્તીગણતરી પૂરી થયા બાદ અનામતની ફાળવણીમાં કોઈ મુશ્કેલી નહીં રહે.’



વિપક્ષો પર પ્રહાર કરતાં રાજભરે કહ્યું હતું કે કૉન્ગ્રેસે ૬૦ વર્ષ અને સમાજવાદી પાર્ટી (SP) તથા બહુજન સમાજ પાર્ટી (BSP)એ ચાર-ચાર વખત સત્તા ભોગવી હોવા છતાં પછાતો માટે કોઈ નક્કર કામ કર્યું નથી. હાલમાં NDA સરકારમાં યોજનાઓના લાભ સીધા ગરીબો અને વંચિતો સુધી પહોંચી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 02:34 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK