પંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)
28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent