અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિર તરીકે, બોચનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)મંદિરનું ઉદ્ઘાટન ૧૪મી ફેબ્રુઆરીના રોજ થવાનું છે, જુઓ UAEના પ્રથમ હિન્દુ મંદિર, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના અંદરના દ્રશ્યોને . BAPS હિંદુ મંદિર એ UAEનું પ્રથમ પરંપરાગત હિંદુ પથ્થરનું મંદિર છે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૫ માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી UAEની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ૧૪ ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે. UAE માં પ્રથમ હિન્દુ મંદિર `BAPS મંદિર`ના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબીમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના સ્વયંસેવકોએ તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને તેને એક "સ્વપ્ન" ગણાવ્યું છે જે "ભારતીય સમુદાયના દરેક" માટે સાકાર થયું છે.