Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ભારતીયો ડોલો-૬૫૦ કૅડબરી જેમ્સની જેમ ગળવા લાગ્યા છે એને કારણે લિવરને ખૂબ નુકસાન થાય છે

ભારતીયો ડોલો-૬૫૦ કૅડબરી જેમ્સની જેમ ગળવા લાગ્યા છે એને કારણે લિવરને ખૂબ નુકસાન થાય છે

Published : 17 April, 2025 07:43 AM | Modified : 18 April, 2025 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મૂળના કૅલિફૉર્નિયન બોર્ડ-સર્ટિફાઇડ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. પલનીઅપ્પન મણિકમે લાલ બત્તી સામે ધરતાં કહ્યું છે કે જરાક અમથા તાવમાં પૅરાસિટામોલ લઈ લેવાની આદતથી લિવરની બીમારીનો રાફડો ફાટ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના પેન્ડેમિક આવ્યો એ પછી ભારતના લગભગ દરેક ઘરમાં ડોલો-૬૫૦એ સ્થાન જમાવી લીધું છે. ભારતમાં તાવ આવવો, માથું દુખવું, કળતર થવી કે પછી શરીરમાં ક્યાંય અનઈઝીનેસ લાગે કે તરત જ ડૉક્ટર ડોલો-૬૫૦ લખી આપે છે. એ જેનરિક દવા પૅરાસિટામોલનું બ્રૅન્ડેડ નામ છે. જોકે દરેક દવાની જેમ અસર છે એમ એની અતિ થાય તો આડઅસર પણ ઊભી જ છે. તાજેતરમાં નિષ્ણાતોએ પૅરાસિટામોલની અતિથી લિવરને ખૂબ ડૅમેજ થઈ રહ્યું હોવા બાબતે લાલ બત્તી કરી છે. મૂળ ભારતીય એવા કૅલિફૉર્નિયાના બોર્ડ-સર્ટિફાઇડ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. પલનીઅપ્પન મણિકમે લાલ બત્તી સામે ધરતાં કહ્યું છે કે જરાક અમથા તાવમાં પૅરાસિટામોલ લઈ લેવાની આદતથી લિવરની બીમારીનો રાફડો ફાટ્યો છે. હેલ્થ-એજ્યુકેટર ડૉ. પલનીઅપ્પનનું કહેવું છે કે ભારતમાં લોકો કૅડબરી જેમ્સ ખાતા હોય એટલી સહજતાથી આ દવાનો ફાકડો મારી લે છે. પૅરાસિટામોલ એ પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવા હોવાથી બધે જ મળે છે. એને કારણે એનો વપરાશ અધધધ વધ્યો છે. ફૉર્બ્સના આંકડા મુજબ માઇક્રો લૅબ્સે ૨૦૨૦ના કોરોના આઉટબ્રેક બાદ લગભગ ૩૫૦ કરોડ ટૅબ્લેટ્સ વેચીને એક વર્ષમાં જ ૪૦૦ કરોડની રેવન્યુ જનરેટ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2025 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK