22 એપ્રિલના રોજ શાસ્ત્રી નગર વિસ્તારમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશમાં એક પાયલટનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ANI સાથે વાત કરતા ફાયર ઓફિસર એચસી ગઢવીએ જણાવ્યું હતું કે, "અમને બપોરે લગભગ 12:52 વાગ્યે પ્લેન ક્રેશ થયાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્લેનનો પાયલોટ અંદર જોવા મળ્યો હતો. પાયલોટને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અકસ્માતમાં પાયલોટનું મૃત્યુ થયું હતું."