પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને મદદ કરવા માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ હાથ લંબાવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને મદદ કરવા માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ હાથ લંબાવ્યો છે. NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે ‘આ આપણા દેશ માટે સામૂહિક શોકની ક્ષણ છે. હુમલામાં પ્રભાવિત થયેલા પરિવારો સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે તેમને શક્ય હોય એ રીતે સપોર્ટ કરવા માગીએ છીએ.’
NSEએ કુલ ૧ કરોડ રૂપિયાની મદદ જાહેર કરી છે, એટલે કે દરેક પરિવારને અંદાજે ૪ લાખ રૂપિયાની મદદ મળશે.

