તાજેતરમાં સાઉદી અરેબિયાના સાયન્ટિસ્ટોએ સદીઓ જૂનાં ચિત્તાઓનાં મમી શોધી કાઢ્યાં છે.
ચિત્તાઓનાં મમી
તાજેતરમાં સાઉદી અરેબિયાના સાયન્ટિસ્ટોએ સદીઓ જૂનાં ચિત્તાઓનાં મમી શોધી કાઢ્યાં છે. મમી એટલે એવું કંકાલ જેને ચોક્કસ પદ્ધતિથી સાચવી રાખવામાં આવ્યું હોય. એમાંથી કેટલાંક કંકાલ તો ૧૮૦૦ વર્ષથીયે જૂનાં હોવાનું મનાય છે. સાઉદી અરેબિયાના અરાર શહેર પાસેની ગુફાઓમાં મળેલાં ચિત્તાઓનાં આ કંકાલ એ સમજાવે છે કે મુશ્કેલ રણવિસ્તારોમાં જંગલી મોટાં જાનવરો કઈ રીતે જીવતાં હશે. આ ખોજમાં બે પ્રકારના અવશેષો મળ્યા છે. એમાંથી એક એ ચિત્તાની પ્રજાતિ છે જે ક્યારેક અરબ વિસ્તારોમાં પણ અસ્તિત્વ ધરાવતી હતી.
આ અવશેષોની ઉંમર ૧૩૦થી ૧૮૦૦ વર્ષથી પણ વધુની છે. લગભગ ૫૪ ચિત્તાઓનાં કંકાલમાં ૭ મમીની જેમ સુરક્ષિત રીતે સચવાયેલાં ચિત્તાઓનાં મમી પણ છે. ચિત્તાઓની આંખો અને સંકોચાયેલાં અંગ પરથી સંશોધકોને લાગે છે કે કદાચ આ ચિત્તાઓ ડ્રાય ભૂસા જેવા રંગના દેખતા હશે.


