Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનની યુવતીએ માત્ર ૨૫ પાઉન્ડની કિટ અને ઑનલાઇન સ્પર્મ ડોનર શોધી બાળકને જન્મ આપ્યો

બ્રિટનની યુવતીએ માત્ર ૨૫ પાઉન્ડની કિટ અને ઑનલાઇન સ્પર્મ ડોનર શોધી બાળકને જન્મ આપ્યો

19 August, 2022 08:11 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧ના ઑક્ટોબરમાં તે ગર્ભવતી થઈ હતી

બેઇલી એનિસ

Offbeat

બેઇલી એનિસ


ઇંગ્લૅન્ડમાં રહેતી ૨૪ વર્ષની એક યુવતીએ વીર્યદાન કરનારને શોધ્યો અને ૨૫ પાઉન્ડ એટલે કે ૨૪૦૦ રૂપિયાની ડીઆઇવાય (ડુ ઇટ યૉરસેલ્ફ) કિટ દ્વારા વીર્યને યોનિમાં પ્રવેશ કરાવીને બાળકને જન્મ આપ્યો હતો. બેઇલી એનિસ નામની એ યુવતી માત્ર સિંગલ પેરન્ટ તરીકે રહેવા માગતી હતી. તેને કોઈ પણ જાતના સંબંધ રાખવાની ઇચ્છા નહોતી એથી તેણે ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં સ્પર્મ ડોનર (વીર્યદાન) દ્વારા બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. વળી તેના ઘરની નજીક રહેનાર વીર્યદાન કરનાર એક વ્યક્તિ પણ ઑનલાઇન તેને મળ્યો. ૨૦૨૧ના ઑક્ટોબરમાં તે ગર્ભવતી થઈ હતી. આ વર્ષે બીજી જુલાઈએ તેણે બાળકને જન્મ આપ્યો હતો, જેનું નામ લોરેન્ઝો પાડ્યું છે.

યુવતી પાસે ફર્ટિલિટી ક્લિનિક્સનો પણ વિકલ્પ હતો, પરંતુ એને માટે મેડિકલ અને સાયકોલૉજિક તપાસ જરૂરી હતી, જેમાં ૮૦૦થી ૧૬૦૦ પાઉન્ડ (અંદાજે ૧,૫૪,૦૦૦  રૂપિયા) સિંગલ સાઇકલના ખર્ચ ઉપરાંત વીર્યની એક બૉટલ જેનો ખર્ચ ૧૦૦૦ ડૉલર (અંદાજે ૯૬,૦૦૦) થતો હતો. આ બધાને કારણે ઘણા લોકો ઑનલાઇન સ્પર્મ ડોનર શોધવા તરફ વળ્યા છે. નિષ્ણાતોએ આવા પ્રયોગ સામે ચેતવણી આપી છે. જોકે બેઇલી સિંગલ મૉમ તરીકે ખુશ છે. તેણે કહ્યું કે ‘મેં મારી મેળે જ બાળકને જન્મ આપીને બહુ મોટું કામ કર્યું છે. મારી મમ્મી બનવાની બહુ ઇચ્છા હતી. લેસ્બિયન હોવાને કારણે કૃત્રિમ ગર્ભાધાન કરવું જરૂરી હતું.’



વીર્યદાન કરનાર વ્યક્તિને શોધવા માટે તે વેબસાઇટ પર ગઈ. એક અનુભવી અને સ્વસ્થ વ્યક્તિ શોધવા તેણે વિવિધ પ્રોફાઇલ તપાસવા માંડી. બેઇલીએ કૃત્રિમ રીતે વીર્યને યોનિમાં મૂકવાની કિટ ખરીદી રાખી હતી. યુવતીએ કહ્યું કે ‘ડોનર મારા ઘરે વીર્ય લઈને આવ્યો હતો અને તેણે કિટનો ઉપયોગ કરવામાં મને મદદ કરી હતી.’ 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 08:11 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK