Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સિંગાપોરમાં વૃક્ષ પરથી પડેલી કેરી ઉઠાવશો તોય થશે ૩.૭૪ લાખ રૂપિયાનો આકરો દંડ

સિંગાપોરમાં વૃક્ષ પરથી પડેલી કેરી ઉઠાવશો તોય થશે ૩.૭૪ લાખ રૂપિયાનો આકરો દંડ

Published : 14 May, 2026 12:35 PM | IST | Singapore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગાપોર મિનિસ્ટ્રી ઑફ નૅશનલ ડેવલપમેન્ટનું કહેવું છે કે, રાજ્યની જમીન પર લાગેલાં વૃક્ષો અને અને વૃક્ષ પર લાગેલાં ફળો સરકારી અધિક્ષેત્રમાં ગણાય છે

પ્રિયંકા સિન્હા નામની ઇન્ફ્લુએન્સરે વિડિયો શૅર કર્યો હતો

અજબ ગજબ

પ્રિયંકા સિન્હા નામની ઇન્ફ્લુએન્સરે વિડિયો શૅર કર્યો હતો


સિંગાપોર કડક કાયદા અને શિસ્ત માટે દુનિયાભરમાં જાણીતું છે. જોકે હાલમાં અહીંનો એક કાયદો સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. એક વાઇરલ વિડિયોમાં ભારતીય કન્ટેન્ટ-ક્રીએટરે દાવો કર્યો હતો કે સિંગાપોરમાં રોડ પર પડેલી કેરી પણ ઉઠાવવી નહીં, જો એમ કરો તો ૫૦૦૦ સિંગાપોર ડૉલર એટલે કે લગભગ ૩.૭૪ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. પ્રિયંકા સિન્હા નામની ઇન્ફ્લુએન્સરે વિડિયો શૅર કર્યો હતો જેમાં વૃક્ષો પર પાકી ગયેલી કેરીઓ દેખાય છે અને રોડની કિનારીએ કેટલીક કેરીઓ તૂટીને પડેલી પણ દેખાય છે. એ વિડિયોમાં પ્રિયંકા કહે છે, ‘આ કેરીઓ અહીં જોવાનું ભલે બહુ સારું લાગતું હોય, એને ઉઠાવવાનું કાયદાકીય રીતે ખોટું છે. સિંગાપોરમાં સરકારી જમીન પર લાગેલાં વૃક્ષો પરનાં ફળ પણ સરકારની સંપત્તિ મનાય છે. એવામાં વૃક્ષ પરથી ફળ તોડવાની વાત તો દૂર રહી, જમીન પર પડેલાં ફળો પણ અનુમતિ વિના ઉઠાવી લેવાં એ ગુનો ગણાય છે. ’

સિંગાપોર મિનિસ્ટ્રી ઑફ નૅશનલ ડેવલપમેન્ટનું કહેવું છે કે ‘રાજ્યની જમીન પર લાગેલાં વૃક્ષો અને અને વૃક્ષ પર લાગેલાં ફળો સરકારી અધિક્ષેત્રમાં ગણાય છે. અહીંની N Parks નામની સંસ્થા આ વૃક્ષોની દેખરેખ કરે છે. જો કોઈ વ્યક્તિ વૃક્ષ પરથી ફળ તોડે અથવા તો તૂટીને પડેલું ફળ ઉઠાવવા માગે તો પહેલાં એ સંસ્થાની અનુમતિ લેવી જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 12:35 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK