Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મમ્મી બહેનપણી સાથે મૅટરનિટી શૂટ કરાવતી રહી અને ૩ વર્ષનો દીકરો તળાવમાં ડૂબી ગયો

મમ્મી બહેનપણી સાથે મૅટરનિટી શૂટ કરાવતી રહી અને ૩ વર્ષનો દીકરો તળાવમાં ડૂબી ગયો

Published : 19 February, 2026 10:39 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરમાં સ્વાતિ નામની મહિલા તેની ફ્રેન્ડના મૅટરનિટી શૂટ માટે એક સ્ટુડિયો પર ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


બૅન્ગલોરમાં સ્વાતિ નામની મહિલા તેની ફ્રેન્ડના મૅટરનિટી શૂટ માટે એક સ્ટુડિયો પર ગઈ હતી. એ વખતે તેણે ૩ વર્ષના દીકરાને પણ સાથે લીધો હતો. આ અલગ-અલગ થીમનું બૅકગ્રાઉન્ડ ધરાવતો રિસૉર્ટ જેવો સ્ટુડિયો હતો. અહીં કુદરતી દેખાય એવું આર્ટિફિશ્યલ તળાવ પણ બનાવવામાં આવ્યું હતું. સ્ટુડિયો પર પહોંચ્યા પછી સ્વાતિ તેની દોસ્તના ફોટોશૂટમાં વ્યસ્ત થઈ ગઈ અને પંદરેક મિનિટ પછી યાદ આવ્યું કે દીકરો આસપાસમાં ક્યાંય દેખાતો નથી. તરત જ બાળકની શોધ આરંભાઈ અને થોડી જ ક્ષણોમાં સ્ટુડિયોમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં બાળકનું શરીર તરતું જોવા મળ્યું હતું. ફોટોશૂટ જ્યાં થતું હતું એની થોડે જ દૂર આ તળાવ હતું, પરંતુ બાળકને એ તરફ જતું ન તો તેની માએ જોયું કે શૂટ કરનારા ક્રૂએ. જ્યારે બાળકની યાદ આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 10:39 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK