Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જે ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીધું એ કૂતરું કરડવાથી મૃત્યુ પામી એટલે ગામના ૪૫૦ લોકોએ હડકવાની રસી લીધી

જે ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીધું એ કૂતરું કરડવાથી મૃત્યુ પામી એટલે ગામના ૪૫૦ લોકોએ હડકવાની રસી લીધી

Published : 24 October, 2026 08:40 PM | IST | Gorakhpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીધું એ કૂતરું કરડવાથી મૃત્યુ પામી એટલે ગામના ૪૫૦ લોકોએ હડકવાની રસી લીધી

ગામના ૪૫૦ લોકોએ હડકવાની રસી લીધી

ગામના ૪૫૦ લોકોએ હડકવાની રસી લીધી


ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દાદી ખાસ અને ગોવિંદપુર નામના ગામના લોકોએ દુર્ગા પૂજાના તહેવારમાં આ ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીધું હતું અને તેથી સાવચેતીના ભાગરૂપે ૪૫૦ લોકોને હડકવાની રસી આપવામાં આવી હતી. ગામના નવામી યાદવની ગાય ગયા અઠવાડિયે અસામાન્ય સંજોગોમાં બીમાર પડી હતી અને ડૉક્ટરોને બતાવવામાં આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે કદાચ ગાયને હડકાયો શ્વાન કરડી ગયો છે. ગાય મંગળવારે મૃત્યુ પામી ત્યારે એ શ્વાનની જેમ ભસતી હતી તેથી ડૉક્ટરોને આવી શંકા ગઈ હતી. દુર્ગા પૂજા વખતે આ ગાયના દૂધમાંથી બનેલા ચરણામૃતનો પ્રસાદ ગામના લોકોને આપવામાં આવ્યો હોવાથી ડૉક્ટરોએ તકેદારીના ભાગરૂપે ૨૦ ઑક્ટોબરથી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને બે દિવસમાં ૪૫૦ લોકોને રસી આપવામાં આવી હતી. જોકે ડૉક્ટરોનું કહેવું છે કે દૂધને ઉકાળી દેવામાં આવે અને એમાંથી દહી બનાવવામાં આવે તો હડકવાનો વાઇરસ મરી જાય છે, પણ તકેદારીના ભાગરૂપે રસી અપાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 08:40 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK