Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આર્મીના ૬૫ વર્ષના રિટાયર્ડ કૅપ્ટને ગિરિરાજની પરિક્રમા શીર્ષાસન સાથે કરવાની શરૂ કરી

આર્મીના ૬૫ વર્ષના રિટાયર્ડ કૅપ્ટને ગિરિરાજની પરિક્રમા શીર્ષાસન સાથે કરવાની શરૂ કરી

Published : 30 October, 2026 12:17 PM | Modified : 30 October, 2026 01:06 PM | IST | Mathura
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિક્રમા દરમ્યાન તેમનાં પત્ની અને અન્ય સહાયકો શેતરંજી અને કપડું પાથરીને આગળનો માર્ગ તૈયાર રાખે છે.  આ પહેલાં પૂરન સિંહે લગાતાર ૪ કલાક સુધી શીર્ષાસન કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

રિટાયર્ડ કૅપ્ટન ગિરિરાજ

અજબ ગજબ

રિટાયર્ડ કૅપ્ટન ગિરિરાજ


આર્મીના રિટાયર્ડ કૅપ્ટન પૂરન સિંહ ૬૫ વર્ષના છે, પરંતુ ફિટનેસ ભલભલાને હંફાવી દે એવી છે. તેમણે ૨૬ ઑક્ટોબરે શીર્ષાસન કરીને મથુરાના ગિરિરાજજીની પરિક્રમા લગાવવાની શરૂઆત કરી છે. દાનઘાટી મંદિરથી શરૂ થયેલી આ પરિક્રમા ૨૧ કિલોમીટરની છે. તેમની સાથે તેમનાં પત્ની અને અન્ય સહાયક લોકો પણ છે. પૂરન સિંહ શીર્ષાસન કરીને માથા પર આખું બૉડી બૅલૅન્સ કરે છે. એ પછી હાથનો સહેજ સહારો લઈને શરીરને હવામાં હલકું ઉઠાવે છે અને થોડુંક આગળ ધપે છે. આ રીતે એક જમ્પમાં તેઓ માત્ર ૧૦-૨૦ સેન્ટિમીટર જેટલું ખસે છે. પહેલા દિવસે તેમણે આ રીતે લગભગ ૫૦૦ મીટર અને બીજા દિવસે ૬૫૦ મીટર અંતર કાપ્યું હતું. એ જોઈને લાગે છે કે તેઓ ૩૫ દિવસ પહેલાં જ શીર્ષાસન સાથે પરિક્રમા પૂરી કરી લેશે. તેઓ દર ૧૦૦ મીટરના અંતરે એક બ્રેક લે છે. સવારે ૮ વાગ્યે પરિક્રમા શરૂ થાય છે જે બપોરે બાર વાગ્યા સુધી ચાલે છે. પરિક્રમા દરમ્યાન તેમનાં પત્ની અને અન્ય સહાયકો શેતરંજી અને કપડું પાથરીને આગળનો માર્ગ તૈયાર રાખે છે. 
આ પહેલાં પૂરન સિંહે લગાતાર ૪ કલાક સુધી શીર્ષાસન કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પરિક્રમા પૂરી કર્યા પછી તેઓ પોતાનો જ રેકૉર્ડ તોડીને પાંચ કલાક સુધી લગાતાર શીર્ષાસન કરશે. રિટાયર્ડ આર્મી ઑફિસરનું કહેવું છે કે ‘યોગથી કંઈ પણ શક્ય છે. કોઈએ હું કરું છું એવું કરવાની જરાય જરૂર નથી, પરંતુ યોગ કરવાની જરૂર છે. એનાથી શરીર મજબૂત થાય છે અને કોઈ બીમારી નથી થતી.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 01:06 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK