Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬.૬ કરોડ વર્ષ જૂનું ડાયનોસૉરનું હાડપિંજર ૫૦ કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

૬.૬ કરોડ વર્ષ જૂનું ડાયનોસૉરનું હાડપિંજર ૫૦ કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

Published : 24 March, 2026 01:52 PM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાઇસેરાટોપ્સ એ ડાયનોસૉરની રૅર પ્રજાતિ છે. આ પ્રજાતિનું લગભગ ૬.૬ કરોડ વર્ષ જૂનું હાડપિંજર તાજેતરમાં ઑક્શનમાં વેચાવા નીકળ્યું છે.

ટ્રાઇસેરાટોપ્સનું ૬.૬ કરોડ વર્ષ જૂનું હાડપિંજર

અજબ ગજબ

ટ્રાઇસેરાટોપ્સનું ૬.૬ કરોડ વર્ષ જૂનું હાડપિંજર


ટ્રાઇસેરાટોપ્સ એ ડાયનોસૉરની રૅર પ્રજાતિ છે. આ પ્રજાતિનું લગભગ ૬.૬ કરોડ વર્ષ જૂનું હાડપિંજર તાજેતરમાં ઑક્શનમાં વેચાવા નીકળ્યું છે. અંદાજે આ હાડપિંજરની કિંમત ૫૦ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. ટ્રાઇસેરાટોપ્સ પ્રજાતિના આ હાડપિંજરનું નામ ટ્રે રાખવામાં આવ્યું હતું. ૧૯૯૩માં અમેરિકાના વ્યોમિંગ રાજ્યના લસ્ક નામના ટાઉન પાસેથી એ મળી આવ્યું હતું. એની શોધ પુરાતત્ત્વવિજ્ઞાની ઍલન ગ્રૅફહામે કરી હતી. આ હાડપિંજર ૧૯૯૫થી વ્યોમિંગના ડાયનોસૉર સેન્ટરમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું. જોકે ૨૦૨૩માં એ વેચાઈને કોઈ વ્યક્તિના અંગત ખજાનામાં સિંગાપોર પહોંચી ગયું હતું. માર્ચના અંત સુધી અહીં એ હાડપિંજર જોવા મળશે. જોકે જુપિટર નામના ઑનલાઇન પ્લૅટફૉર્મ પર એનું ઑક્શન થશે. ૧૭ માર્ચથી ૩૧ માર્ચ સુધી લોકો અહીં બોલી લગાવી શકશે. એની શરૂઆતની કિંમત ૪૫થી ૫૫ લાખ ડૉલર એટલે કે લગભગ ૫૦ કરોડ રૂપિયાની આસપાસની ગણાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 01:52 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK