ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ટીમ ૩-૧થી સિરીઝ જીતી, મેન્સ ટીમોની સિરીઝ ૨-૨થી બરાબર થઈ; ચોથી T20 મૅચમાં કિવી મહિલા ટીમે ૬ વિકેટે અને સાઉથ આફ્રિકાની પુરુષ ટીમે ૧૯ રને જીત મેળવી
ન્યુ ઝીલૅન્ડની ઑલરાઉન્ડર સોફી ડિવાઇને ૩૪ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સના આધારે ૬૪ રન ફટકાર્યા હતા.
સાઉથ આફ્રિકા-ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ અને મેન્સ ટીમ વચ્ચેની દુર્લભ ડબલ હેડર T20 સિરીઝ હવે અંતિમ તબક્કામાં છે. પાંચમી અને અંતિમ મૅચ પહેલાં ૬ વિકેટના વિજય સાથે યજમાન ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે ૩-૧થી સિરીઝને પોતાને નામે કરી છે, જ્યારે ચોથી મેન્સ T20 મૅચમાં સાઉથ આફ્રિકાએ ૧૯ રને બાજી મારીને સિરીઝને ૧-૧થી બરાબર કરી છે. પચીસ માર્ચે બન્ને ટીમ વચ્ચે સિરીઝની નિર્ણાયક મૅચ રમાશે.
કેશવ મહારાજની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમે પાંચ વિકેટ ગુમાવી ૧૬૫ રનનો ટાર્ગેટ આપ્યા બાદ કિવી ટીમને ૧૮.૫ ઓવરમાં ૧૪૫ રને ઑલઆઉટ કરીને જીત નોંધાવી હતી. સાઉથ આફ્રિકાનો વિકેટકીપર-બૅટર કૉનર એસ્ટરહેઇઝને ૩૬ બૉલમાં ૫૭ રનની ઇનિંગ્સ રમ્યા બાદ બે કૅચ પકડીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. કૅપ્ટન મિચલ સૅન્ટરનર અને સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન ટૉમ લૅધમની ગેરહાજરીમાં જૅમ્સ નીશમ પહેલવહેલી વખત કિવી ટીમ માટે કૅપ્ટન્સી કરવા ઊતર્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે સવારની મૅચમાં સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૬૦ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડે સોફી ડિવાઇનની ૩૪ બૉલમાં ૬૪ રનની ઇનિંગ્સના આધારે ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કિવી ટીમની પેસ બોલર જેસ કેરને ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૩ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ મળ્યો હતો.
