Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૯ વર્ષના બાળકે પપ્પાની કંપનીના કાર્ડ પરથી યુટ્યુબ પાછળ ૧.૧૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા

૯ વર્ષના બાળકે પપ્પાની કંપનીના કાર્ડ પરથી યુટ્યુબ પાછળ ૧.૧૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા

Published : 19 September, 2026 01:46 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માઇકને એક વાર ઍડ્સમાંથી વ્યુઝ મેળવવાનો રસ્તો મળતાં તેણે સતત ૩ વીક સુધી ઍડ્સ વાપર્યા જ કરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


અમેરિકામાં ૯ વર્ષના માઇક નામના બાળકે પોતાની યુટ્યુબ ચૅનલ પર વ્યુઝ વધારવાની લાયમાં પપ્પાના કૉર્પોરેટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક વાર નહીં, અનેક વાર કરી લીધો અને કુલ ૧,૧૮,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૧૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. માઇકે માઇક્રાફ્ટ અને રોબ્લોક્સ નામની ગેમના વિડિયો અપલોડ કર્યા હતા. શરૂઆતમાં આ વિડિયોઝને વ્યુઝ ન મળતાં તેના ફાધર ડેવે યુટ્યુબ ઍડ્સ આપીને કઈ રીતે પેઇડ કૅમ્પેઇન ચલાવવું એ શીખવ્યું હતું. જોકે ડેવભાઈ દીકરાને ઍડ્વર્ટાઇઝમેન્ટમાં બજેટિંગ રાખવું જોઈએ એ સમજાવવાનું ભૂલી ગયા એટલું જ નહીં, તેમના ક્રેડિટ કાર્ડની વિગતો પણ એમાં સેવ કરેલી રાખી હતી. માઇકને એક વાર ઍડ્સમાંથી વ્યુઝ મેળવવાનો રસ્તો મળતાં તેણે સતત ૩ વીક સુધી ઍડ્સ વાપર્યા જ કરી. તેને હતું કે વધુ જાહેરાત આપવાથી વધુ લોકો વિડિયો જોશે, પણ એનું લૉજિક કામ ન લાગ્યું. ૩ અઠવાડિયાં પછી જ્યારે ડેવને મસમોટું ક્રેડિટ કાર્ડનું બિલ મળ્યું ત્યારે તેણે પહેલાં તો કંપનીની ફાઇનૅન્સ ટીમને બોલાવીને હિસાબ માગ્યો. એ હિસાબમાં ખબર પડી કે કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ પોતાના જ દીકરાએ યુટ્યુબ પાછળ કરી નાખ્યો છે. ડેવને ચિંતા છે કે આ પૈસા કંપનીને તેણે ચૂકવવા પડશે અને જો એ નહીં ચૂકવે તો તેની નોકરી જોખમમાં મુકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 01:46 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK