મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ઘરની બહાર તડકો ખાવા બેઠેલા વૃદ્ધને બેઠાં-બેઠાં મોત બોલાવી ગયું. ૯૦ વર્ષના ગિરિરાજ શર્મા તેમની દોહિત્ર સાથે રહેતા હતા અને સવારના સમયે કુમળો તડકો ખાવા માટે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા.
ઘરની બહાર તડકો ખાવા બેઠેલા ૯૦ વર્ષના વૃદ્ધ પર કપચી ભરેલી ટ્રક ઊંધી વળી ગઈ
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ઘરની બહાર તડકો ખાવા બેઠેલા વૃદ્ધને બેઠાં-બેઠાં મોત બોલાવી ગયું. ૯૦ વર્ષના ગિરિરાજ શર્મા તેમની દોહિત્ર સાથે રહેતા હતા અને સવારના સમયે કુમળો તડકો ખાવા માટે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. જોકે નજીકના એક ઘરનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું એ માટે કપચી ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. વળાંક લેવા જતાં સંતુલન ગુમાવીને ટ્રક ઢળી પડી હતી અને એની નીચે ૯૦ વર્ષના બુઝુર્ગ દબાઈ ગયા હતા. ઘટના પછી ટ્રક-ડ્રાઇવર વાહન ત્યાં જ છોડીને નાસી ગયો હતા. આસપાસના લોકોએ પોલીસને સૂચના આપી અને પોલીસે ડમ્પરની નીચે દબાયેલા વડીલને બહાર કાઢ્યા હતા. જોકે એ પહેલાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.


