Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઊડતા પ્લેનની પાંખ પર ઊભાં રહ્યાં ૯૯ વર્ષનાં દાદી

ઊડતા પ્લેનની પાંખ પર ઊભાં રહ્યાં ૯૯ વર્ષનાં દાદી

Published : 18 October, 2026 10:55 AM | Modified : 18 October, 2026 11:33 AM | IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેલ્ગાબહેનને ૯૭ વર્ષનાં બેટી બ્રોમેઝ નામનાં દાદીએ કરેલા સ્ટન્ટ પરથી આવું કરવાનો આઇડિયા મળ્યો હતો. બેટીના સ્ટન્ટનો વિડિયો જોઈને તેમણે કહેલું કે જો બેટી કરી શકે તો હું કેમ નહીં? હેલ્ગા બ્રિટનના વિલ્ટશરમાં એક કૅર હોમમાં રહે છે.

ઊડતા પ્લેન પર ઊભાં રહ્યાં ૯૯ વર્ષનાં દાદી

અજબ ગજબ

ઊડતા પ્લેન પર ઊભાં રહ્યાં ૯૯ વર્ષનાં દાદી


બ્રિટનની ૯૯ વર્ષની હેલ્ગા ડફીએ ઊડતા પ્લેનની પાંખો પર ઊભા થઈને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ સ્ટન્ટને વિન્ગ-વૉકિંગ કહેવાય છે. એમાં વ્યક્તિ સેફ્ટી-બેલ્ટ પહેરીને પ્લેનની પાંખ પર ઊભી રહી જાય છે. હેલ્ગાબહેનને ૯૭ વર્ષનાં બેટી બ્રોમેઝ નામનાં દાદીએ કરેલા સ્ટન્ટ પરથી આવું કરવાનો આઇડિયા મળ્યો હતો. બેટીના સ્ટન્ટનો વિડિયો જોઈને તેમણે કહેલું કે જો બેટી કરી શકે તો હું કેમ નહીં? હેલ્ગા બ્રિટનના વિલ્ટશરમાં એક કૅર હોમમાં રહે છે. તેમણે નક્કી કરેલું કે ૨૩ સપ્ટેમ્બરે ૯૯મી વર્ષગાંઠ પર તેઓ આ સ્ટન્ટ કરશે. જોકે એ દિવસે હવામાન ખરાબ હોવાથી સ્ટન્ટ કરવાનું ટાળવું પડ્યું. તાજેતરમાં તેમણે ઇંગ્લૅન્ડના ગ્લૅસ્ટરશરના રેડકોમ્બ ઍરફીલ્ડ પર આ સ્ટન્ટ કર્યો. ૯૯ વર્ષની વયે પણ હેલ્ગાની હેલ્થ ઘણી સારી છે. આ સ્ટન્ટ કરીને તેમણે લગભગ દોઢ લાખ રૂપિયાનું ભંડોળ પણ એકત્ર કર્યું હતું. આ ફન્ડ તેમણે ઍર ઍમ્બ્યુલન્સ સેવા માટે ડોનેટ કર્યું હતું. હવે બેટીબહેને ૯૭ વર્ષે કરેલો રેકૉર્ડ તૂટી ગયો છે અને હેલ્ગાના નામે ૯૯ વર્ષે એટલે કે સૌથી મોટી વયે વિન્ગ-વૉક કરવાનો વર્લ્ડ રેકૉર્ડનો ખિતાબ મળ્યો છે.

 


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 11:33 AM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK