આ ઈંડું ૭ કરોડ વર્ષ જૂનું હોવાની સંભાવના છે અને નવાઈની વાત એ છે કે હજીયે આ ઈંડું ખૂબ જ સારી હાલતમાં સચવાયેલું છે.
ઈંડું
દક્ષિણ અમેરિકામાં સાયન્ટિસ્ટોને એક માંસાહારી ડાયનોસૉરનું ઈંડું મળ્યું છે. આ ઈંડું ૭ કરોડ વર્ષ જૂનું હોવાની સંભાવના છે અને નવાઈની વાત એ છે કે હજીયે આ ઈંડું ખૂબ જ સારી હાલતમાં સચવાયેલું છે. આર્જેન્ટિના મ્યુઝિયમ ઑફ નૅચરલ સાયન્સિસની લૅબોરેટરીની ટીમે આ શોધ કરી હતી. તેમને લાગી રહ્યું છે કે ઈંડાની અંદર બચ્ચું પણ હજી સચવાયેલી હાલતમાં હોવું જોઈએ. એને કારણે ટીમે ઈંડાનું માઇક્રો-સિટી સ્કૅન કરવાની તૈયારી કરી છે. અલબત્ત, અંદર ભ્રૂણ જીવતો હોય એવી કોઈ સંભાવના નથી, પરંતુ ભ્રૂણ અવસ્થામાં ડાયોનૉસરનો વિકાસ કઈ રીતે થતો હતો એની સમજણ મેળવવામાં મદદ થશે. એનાથી શારીરિક બનાવટ અને ગ્રોથના તબક્કાઓ વિશે જાણી શકાશે. આર્જેન્ટિનામાં અત્યાર સુધીમાં માત્ર સૉરોપોડ ડાયનાસૉરના ભ્રૂણ જ મળ્યા હતા, પરંતુ આ ડાયનોસૉર માંસાહારી છે અને પાંખોવાળા છે. આ ઈંડું ગોળ નહીં પરંતુ આજના પંખીઓના ઈંડા જેવું ઈંડાકાર છે.
