Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCનો કોસ્ટલ રોડની ઓઇન સ્પેસ પર પિકલબૉલ કોર્ટ બનાવવાનો પ્લાન

BMCનો કોસ્ટલ રોડની ઓઇન સ્પેસ પર પિકલબૉલ કોર્ટ બનાવવાનો પ્લાન

Published : 24 February, 2026 09:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધિકારીઓને અંદાજ છે કે મંજૂરી મળ્યા પછી પ્રોજેક્ટ પૂરો થવામાં લગભગ ૩ વર્ષ લાગશે.

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


મુંબઈના ૧૦.૫૮ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ પર ૭૦ હેક્ટર રીક્લેમ કરીને મેળવેલી ખુલ્લી જગ્યા ડેવલપ કરવાના ભાગરૂપે પિકલબૉલ કોર્ટ ઉમેરવાની તૈયારી થઈ રહી છે. બાવીસ સાઉથ મુંબઈ રેસિડન્ટ્સ અસોસિએશન દ્વારા આયોજિત બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 

હાજી અલી ઇન્ટરચેન્જ પર, જે કૉરિડોર સાથેનું સૌથી મોટું જંક્શન છે, ત્યાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મોટા એન્ટરટેઇનમેન્ટ એરિયાના ભાગરૂપે પિકલબૉલ કોર્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટને અગાઉ આપવામાં આવેલી ખાતરી મુજબ પિકલબૉલ કોર્ટને કમર્શિયલ ન બનાવતાં એને ઓપન-સ્પેસ ડિઝાઇનમાં સમાવી લેવામાં આવે એવી અપેક્ષા છે. આમ રીક્લેમ કરેલી જમીન જાહેર જનતા માટે ખુલ્લી રહેશે.



૭૦ હેક્ટરના આ પટ્ટાનું લૅન્ડસ્કેપિંગ અને લાંબા ગાળાની જાળવણી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા એની કૉર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ હાથ ધરવામાં આવશે. એમાં ૩૦ વર્ષના કરાર પર ૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ગાર્ડન્સ)ની આગેવાની હેઠળની BMC સમિતિને અંતિમ ડિઝાઇનની બ્લુપ્રિન્ટ સુપરત કરવામાં આવી છે અને અધિકારીઓને અંદાજ છે કે મંજૂરી મળ્યા પછી પ્રોજેક્ટ પૂરો થવામાં લગભગ ૩ વર્ષ લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK