હિમાચલ પ્રદેશના ચમ્બામાં, પર્વત પર રીલ બનાવતી એક છોકરી ડાન્સ કરતી વખતે લપસી ગઈ પરંતુ સદનસીબે થોડે દૂર નીચે રોકાઈ જતાં બચી ગઈ.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયામાં રીલ બનાવીને વાઇરલ થવાની, લાઇક્સ-કમેન્ટ્સ અને ફૉલોઅર્સ વધારવાની ઘેલછામાં લોકો ક્યારેક મૂર્ખામીભર્યાં પગલાં ભરી લે છે. આવી જોખમી રીલ બનાવવા જતાં મૃત્યુ પામ્યાના કિસ્સા પણ બન્યા છે. હિમાચલ પ્રદેશના ચંબામાં પણ રીલ બનાવતી યુવતીના આવા જ હાલ થયા હતા. રીલ બનાવીને ફેમસ થવાની લાયમાં યુવતી પર્વત પર ડાન્સ કરતી હતી. એવામાં એકાએક તેનો પગ લપસ્યો અને અથડાતી-પછડાતી તે નીચે પડી. જોકે સદ્દનસીબે થોડી આગળ જઈને અટકી ગઈ અને તેનો જીવ બચી ગયો.

