Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાવીસ વર્ષની યુવતીને પ્લેન ઉડાડવાની ટ્રેઇનિંગ આપતી વખતે સિનિયર પાઇલટે હવામાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી

બાવીસ વર્ષની યુવતીને પ્લેન ઉડાડવાની ટ્રેઇનિંગ આપતી વખતે સિનિયર પાઇલટે હવામાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી

Published : 12 July, 2026 11:30 AM | IST | Argentina
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લાઇટ દરમ્યાન અચાનક જ તેણે પોતાનું હેડસેટ હટાવ્યું, સીટ-બેલ્ટ ખોલ્યો અને રોઝારિયોને કહ્યું, ‘હવે તારે શું કરવાનું છે એ તું બરાબર જાણે છે, બસ આગળ વધ.’

લિઍન્ડ્રો બર્ટાઝો

અજબ ગજબ

લિઍન્ડ્રો બર્ટાઝો


આર્જેન્ટિનામાં કોર્ડોબા પ્રાંતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને શૉકિંગ ઘટના ઘટી. એક ટ્રેઇનિંગ સેશન દરમ્યાન પ્લેનના મુખ્ય પાઇલટ ઇન્સ્ટ્રક્ટરે હવામાં ઊડતા વિમાનમાંથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી. આ કટોકટી સર્જાઈ ત્યારે પ્લેનમાં બાવીસ વર્ષની ટ્રેઇની પાઇલટ રોઝારિયો એકલી જ હતી. વાત એમ હતી કે લિઍન્ડ્રો બર્ટાઝો નામનો સિનિયર પાઇલટ રોઝારિયો નામની ટ્રેઇની સાથે સેસ્ના-૧૫૦ નામના નાના વિમાનમાં ટ્રેઇનિંગ આપી રહ્યો હતો. ફ્લાઇટ દરમ્યાન અચાનક જ તેણે પોતાનું હેડસેટ હટાવ્યું, સીટ-બેલ્ટ ખોલ્યો અને રોઝારિયોને કહ્યું, ‘હવે તારે શું કરવાનું છે એ તું બરાબર જાણે છે, બસ આગળ વધ.’

આટલું કહીને તેણે હવામાં જ પ્લેનનો દરવાજો ખોલ્યો અને નીચે કૂદી પડ્યો. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેણે પ્લેનનો દરવાજો ખોલ્યો હતો. અચાનક જે થયું એનાથી રોઝારિયો પહેલાં તો બઘવાઈ ગઈ, પરંતુ તેણે હિંમત હર્યા વિના તેને જેટલી ટ્રેઇનિંગ મળેલી એ બધું જ જ્ઞાન કામે લગાવીને પ્લેનનો કન્ટ્રોલ સંભાળી લીધો અને સેફ લૅન્ડિંગ કરાવ્યું. આ અકસ્માતમાં વિમાનને કોઈ નુકસાન નહોતું થયું. બચાવદળોએ લિઍન્ડ્રો બર્ટાઝોનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 11:30 AM IST | Argentina | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK