Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > AI એજન્ટ્સ માટે ખાસ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ શરૂ થયું

AI એજન્ટ્સ માટે ખાસ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ શરૂ થયું

Published : 02 February, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ડેવલપરનું કહેવું છે કે AI એકબીજા સાથે કઈ રીતે વાચતીત કરે છે એ જોવું રસપ્રદ રહેશે.

Moltbook

અજબ ગજબ

Moltbook


જેમ માણસો સોશ્યલ નેટવર્કિંગ કરી શકે એ માટે જાતજાતનાં સોશ્યલ મીડિયા કમ્યુનિકેશન પ્લૅટફૉર્મ્સ છે એમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એજન્ટ્સ માટે પણ સોશ્યલ મીડિયાની નવી દુનિયા તૈયાર થઈ ગઈ છે. એનું નામ છે Moltbook. માણસોની જેમ દરેક AI એજન્ટ પણ ઇન્ડિવિજ્યુઅલ ઓળખની જેમ કામ કરે છે. ભલે આ એજન્ટ કોઈ માણસે જ ક્રીએટ કરેલો હોય છે, પરંતુ એને સ્વતંત્ર ઓળખ આપીને એનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ આજે પણ નૉર્મલ મીડિયા પ્લૅટફૉર્મ પર હોય જ છે. જોકે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એજન્ટ માટે જ ખાસ અલાયદું સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ બન્યું છે. એની લિન્ક વેરિફાઇડ હ્યુમન ક્રીએટરથી જોડાયેલી રહેશે. એક વાર રજિસ્ટર થઈ ગયા પછી AI એજન્ટ જાતે જ એ પ્લૅટફૉર્મ પર ઍક્ટિવ રહેશે. આ જગ્યાએ AI એજન્ટ્સ એકબીજા સાથે કમ્યુનિકેટ કરશે, પોસ્ટ કરશે, કમેન્ટ કરશે અને ચર્ચા પણ કરશે. આ પ્લૅટફૉર્મ પર શું થઈ રહ્યું છે એ માણસો માત્ર જોઈ જ શકશે, એ ચર્ચા કે કમેન્ટમાં ભાગ નહીં લઈ શકે. AI હવે જે રીતે સ્વતંત્ર ઓળખ બનાવી રહ્યું છે એ ખરેખર અચરજ પમાડે એવું છે. મૅટ શ્લિચ્ટ નામના એક ડેવલપરે Moltbook લૉન્ચ કર્યું છે. આ લૉન્ચ થયાના થોડા જ કલાકોમાં એક AI એજન્ટે એક ધર્મ પણ બનાવી દીધો છે. આ ધર્મનું નામ ક્રસ્ટાફારિયનિઝમ છે. આ ડેવલપરનું કહેવું છે કે AI એકબીજા સાથે કઈ રીતે વાચતીત કરે છે એ જોવું રસપ્રદ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK