Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં હવે માત્ર મહિલાઓ માટેનો બીચ ઝોન શરૂ થયો

દુબઈમાં હવે માત્ર મહિલાઓ માટેનો બીચ ઝોન શરૂ થયો

Published : 11 May, 2026 02:22 PM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બીચ પર વૉટર-સ્પોર્ટ્સની વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતું દુબઈ હવે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દુબઈ પ્રશાસને અલ મામઝાર બીચ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. ખોર અલ મામઝાર ખાતે તૈયાર કરવામાં આવેલા આ નવા કોસ્ટલ ડેસ્ટિનેશનમાં મહિલાઓની પ્રાઇવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ માત્ર મહિલાઓ માટેનો બીચ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે.
અહીં મહિલાઓ કોઈ પણ ખચકાટ વિના સમુદ્રકિનારાની મજા માણી શકશે. આ વિસ્તારમાં પુરુષોના પ્રવેશ પર મનાઈ રહેશે. બીચ પર અત્યાધુનિક લાઇટિંગ અને સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે જેને કારણે પ્રવાસીઓ દિવસની જેમ રાત્રે પણ સુરક્ષિત રીતે સ્વિમિંગનો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટમાં પ્રદેશનો પ્રથમ ફ્લોટિંગ વૉકવે (તરતો રસ્તો) પણ બનાવવામાં આવ્યો છે જે પ્રવાસીઓને સમુદ્રની વચ્ચે ચાલવાનો અનોખો અનુભવ આપશે. 

આ બીચ પર વૉટર-સ્પોર્ટ્સની વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દુબઈ સરકારના આ આધુનિકીકરણ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને વિશ્વકક્ષાની સુવિધાઓ આપવાની સાથે-સાથે સ્થાનિક સંસ્કૃતિ અને મહિલાઓની સુરક્ષા જાળવવાનો પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 02:22 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK