હનુમાનજીનું ભજન સાંભળતાં જ એક શ્વાન મંદિરમાં મૂર્તિ સામે પહોંચીને ઝૂમવા લાગ્યો હતો. તેનો આ અનોખો અંદાજ કૅમેરામાં કેદ થયો અને વિડિયો વાઇરલ થતાં લોકો શ્વાનની નિર્દોષતા પર ફિદા થઈ ગયા.
વાઇરલ શ્વાન
સોશ્યલ મીડિયા પર અવારનવાર અવનવા વિડિયો વાઇરલ થતા રહેતા હોય છે, પરંતુ કેટલાક વિડિયો પોતાની નિર્દોષતા અને અનોખા અંદાજથી લોકોનાં દિલ જીતી લેતા હોય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક શ્વાનનો આવો જ વિડિયો ભારે ધમાલ મચાવી રહ્યો છે, જેમાં હનુમાનજીનું ભજન સાંભળતાં જ શ્વાન મંદિરમાં મૂર્તિ સામે પહોંચીને ઝૂમવા લાગે છે.
મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સામે ભજન વાગી રહ્યું હતું ત્યારે અચાનક આ શ્વાન મંદિરમાં આવે છે અને મૂર્તિ સામે ઊભો રહી જાય છે. ભજનની ધૂન સાંભળતાં જ તે પોતાનું શરીર હલાવીને એ રીતે ઝૂમવા લાગે છે જાણે મસ્તીમાં ડાન્સ કરી રહ્યો હોય.
શ્વાનનો આ અનોખો અંદાજ જોઈને મંદિરમાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ દૃશ્ય કૅમેરામાં કેદ થઈ ગયું હતું. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકો શ્વાનની આ નિર્દોષતા પર ફિદા થઈ ગયા છે અને કમેન્ટ્સમાં ભારે પ્રેમ વરસાવી રહ્યા છે.
