દુઆની બીજી વર્ષગાંઠે દીપિકા પાદુકોણે બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શૅર કરી હતી. તેના એલિગન્ટ વાઇટ મૅટરનિટી આઉટફિટની કિંમત આશરે ૪૮,૬૪૩ રૂપિયા હોવાનું બ્રૅન્ડની વેબસાઇટ પર જણાવાયું છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તાજેતરમાં પોતાની દીકરી દુઆની બીજી વર્ષગાંઠે તેની સાથેના કેટલાક ખૂબ જ પર્સનલ બ્લૅક-ઍન્ડ-વાઇટ ફોટોઝ શૅર કરીને ચાહકોનાં દિલ જીતી લીધાં છે. આ તસવીરોમાં બન્ને પોતાની લાડકી સાથે સુંદર ક્ષણો માણતાં જોવા મળે છે અને એમાં દીપિકા બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતી નજરે પડે છે.
આ ક્યુટ ફૅમિલી-ફોટોઝમાં ફૅશનપ્રેમીઓનું ધ્યાન દીપિકાના એલિગન્ટ મૅટરનિટી લુક પર ગયું હતું. આ ફોટોશૂટમાં દીપિકાએ જાણીતી ફૅશન-બ્રૅન્ડ ડીમ બાય ગૅબ્રિએલાનો કિયાના કો-ઑર્ડ સેટ પહેર્યો હતો. બ્રૅન્ડની સત્તાવાર વેબસાઇટ મુજબ, આ સ્ટાઇલિશ આઉટફિટની કિંમત અંદાજે ૪૮,૬૪૩ રૂપિયા છે. દીપિકાના આ ઑલ-વાઇટ આઉટફિટમાં નાજુક લેસ અને કટવર્ક ડિઝાઇન જોવા મળી હતી, જેનાથી મૅટરનિટી લુકને સૉફ્ટ અને રોમૅન્ટિક ટચ મળ્યો હતો. ટૉપમાં કમરથી નીચે સુધી આવતો અનોખો ફ્રન્ટ કટ-આઉટ હતો, જે તેના બેબી-બમ્પને ખૂબ જ સારી રીતે હાઇલાઇટ કરતો હતો.
