Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જૂની મારુતિ ૮૦૦માંથી બનાવી દીધી ચાટની રેંકડી

જૂની મારુતિ ૮૦૦માંથી બનાવી દીધી ચાટની રેંકડી

Published : 23 February, 2026 12:13 PM | IST | Aligarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલીગઢના કાસગંજ પાસે એક માણસે જૂની મારુતિ ૮૦૦ કારની પાછળના ભાગને એક્સ્ટેન્ડ કરીને એને ખોલી નાખ્યો છે અને એમાંથી ફૂડ-ટ્રક જેવું ઇનોવેશન કરી નાખ્યું છે.

આને કહેવાય ક્રીએટિવિટી!

અજબ ગજબ

આને કહેવાય ક્રીએટિવિટી!


ભારતમાં જુગાડ કરનારાઓનો કોઈ તોટો નથી. જૂની ગાડીઓ હવે જ્યારે ફેરવી શકાય એવી રહી ન હોય ત્યારે એને સાવ ભંગારમાં ફેંકી દેવાને બદલે એમાંથી કંઈક એવું બનાવી દેવું જે રોજગારનો વિકલ્પ પણ બની શકે. @Officialfaridi_up81 નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક ભાઈએ પોતાની ક્રીએટિવિટી શૅર કરી છે. અલીગઢના કાસગંજ પાસે એક માણસે જૂની મારુતિ ૮૦૦ કારની પાછળના ભાગને એક્સ્ટેન્ડ કરીને એને ખોલી નાખ્યો છે અને એમાંથી ફૂડ-ટ્રક જેવું ઇનોવેશન કરી નાખ્યું છે. હવે આ કાર લઈને તેઓ અલગ-અલગ ગામમાં જઈને ચાટનો ઠેલો નાખી દે છે. એનાથી સ્વચ્છતા પર જળવાય છે અને ફૂડ-સ્ટૉલને એક સ્થળેથી બીજે લઈ જવાનું પણ સરળ પડે છે. આ જુગાડને એક કરોડથી વધુ વ્યુઝ અને લાખો લાઇક્સ મળી ચૂકી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 12:13 PM IST | Aligarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK