ડૅલ્ટન અને વિક્ટોરિયા મૅસન નામના યુગલનો આ પાળેલો પોપટ છે.
અજબગજબ
આફ્રિકન ગ્રે પોપટ
તમે કોઈ પોપટને માણસની જેમ રિસ્પૉન્સ આપતો જોયો છે? ફ્લૉરિડામાં રહેતા અપોલો નામના આફ્રિકન ગ્રે પોપટમાં એ કૌશલ છે. અપોલોભાઈ ટિકટૉક પર બહુ ફેમસ છે, કેમ કે એ લગભગ ત્રણથી ચાર વર્ષના બાળક જેટલું ઇન્ટેલિજન્સ ધરાવે છે અને બાળક જેમ ચીજો ઓળખી કાઢે એવું એ પણ કરી શકે છે. ડૅલ્ટન અને વિક્ટોરિયા મૅસન નામના યુગલનો આ પાળેલો પોપટ છે. એ ત્રણ મિનિટમાં વિવિધ રંગો, કીડા, પુસ્તકો, મોજાં જેવી ૧૨ અલગ-અલગ ચીજો ઓળખી કાઢી શકે છે અને આ કરતબ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એનું નામ દર્જ થઈ ચૂક્યું છે. યુગલ રોજ અપોલોની જાતજાતની ટ્રિક્સના વિડિયો ટિકટૉક પર પોસ્ટ કરતું રહે છે અને એના લગભગ ૨૮ લાખ ફૉલોઅર્સ છે.