Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > NATOની બેઠકમાં ટર્કીના પ્રેસિડન્ટે ૩૨ દેશોના નેતાઓને આપી દુર્લભ રિવૉલ્વર, પણ કોઈ સાથે ન લઈ ગયું

NATOની બેઠકમાં ટર્કીના પ્રેસિડન્ટે ૩૨ દેશોના નેતાઓને આપી દુર્લભ રિવૉલ્વર, પણ કોઈ સાથે ન લઈ ગયું

Published : 12 July, 2026 11:35 AM | IST | Turkey
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)ના સભ્ય એવા ૩૨ દેશોની તાજેતરમાં ટર્કીના અંકારામાં સમિટ મળી હતી

૧૯૯૦ના દાયકાની આ રિવૉલ્વરનું હવે ઉત્પાદન નથી થતું અને એ કલેક્ટર્સ આઇટમ ગણાય છે.

અજબ ગજબ

૧૯૯૦ના દાયકાની આ રિવૉલ્વરનું હવે ઉત્પાદન નથી થતું અને એ કલેક્ટર્સ આઇટમ ગણાય છે.


નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)ના સભ્ય એવા ૩૨ દેશોની તાજેતરમાં ટર્કીના અંકારામાં સમિટ મળી હતી. સમિટ પછી ટર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ૩૨ દેશોના નેતાઓને રિટર્ન-ગિફ્ટ તરીકે એક દુર્લભ રિવૉલ્વર ૬ જીવંત કારતૂસો સાથે ભેટમાં આપી. ૧૯૯૦ના દાયકાની આ રિવૉલ્વરનું હવે ઉત્પાદન નથી થતું અને એ કલેક્ટર્સ આઇટમ ગણાય છે. એમ છતાં એ વર્કિંગ કન્ડિશનમાં છે જ. આ ગિફ્ટને માત્ર કૂટનીતિક ભેટ તરીકે જ નહીં, ટર્કીના સંરક્ષણ ઉદ્યોગનો પાવર દર્શાવવાનો વ્યૂહ હોવાનું ગણાવાઈ રહ્યું છે. ટર્કીના નેતાએ તો ભાવથી આ ભેટ આપી, પરંતુ સંરક્ષણના પોતાના આકરા નિયમોને કારણે આ ગિફ્ટનું શું કરવું એ બધા દેશોના નેતાઓ માટે માથાનો દુખાવો બની ગયો. બ્રિટન અને કૅનેડાના વડા પ્રધાન તો આ ભેટને ટર્કીમાં જ પોતાના અધિકારીઓને સોંપીને નીકળી ગયા હતા. એર્દોગને આ ગિફ્ટ સાથે લઈ જઈ શકાય એ માટે એક્સપોર્ટ કન્ટ્રોલમાં છૂટ આપતો પત્ર પણ સાથે આપ્યો હતો, પરંતુ જે દેશમાં એ લઈ જવાની હતી ત્યાંના કડક કાયદાઓને પગલે મોટા ભાગના નેતાઓમાં મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ફ્રાન્સ અને જર્મનીના નેતાઓને પણ આ ગિફ્ટ મળી હતી, પરંતુ મોટા ભાગના નેતાઓએ આ રિવૉલ્વર ટર્કીમાં રહેતા પોતપોતાના દેશના અધિકારીઓને ડીકમિશન કરાવવા માટે આપી દીધી હતી. જ્યારે આ રિવૉલ્વરમાંથી એક પણ ગોળી છોડી ન શકાય એવી રીતે એને ડીકમિશન કરવામાં આવશે પછી જ નેતાઓ એને પોતાના દેશમાં લાવશે. ટૂંકમાં ટર્કીના નેતાએ હોંશે-હોંશે એક્સક્લુઝિવ ગિફ્ટ તો આપી, પણ લેનારા નેતાઓના માથાનો દુખાવો વધી ગયો.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 11:35 AM IST | Turkey | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK