Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખા શરીરે એકસાથે ટૅટૂ છૂંદાવવા ઇન્ડોનેશિયામાં ટૂરિસ્ટોની દોટ, ૧૪ લાખ રૂપિયામાં આખું શરીર છૂંદણાંથી ભરી દે છે

આખા શરીરે એકસાથે ટૅટૂ છૂંદાવવા ઇન્ડોનેશિયામાં ટૂરિસ્ટોની દોટ, ૧૪ લાખ રૂપિયામાં આખું શરીર છૂંદણાંથી ભરી દે છે

Published : 12 November, 2026 01:03 PM | Modified : 12 November, 2026 02:46 PM | IST | Indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ ગંભીર માંદગી વિના લાંબો સમય બેહોશીની દવા લેવી એ દરદીના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. જ્યારે દરદી જાગે એ પછી પણ પીડા શમાવવા માટે બિનજરૂરી પેઇનકિલર્સ લેવી પડે છે જે સ્વાસ્થ્ય માટે બિનજરૂરી છે.

ટૅટૂ છૂંદાવવા ઇન્ડોનેશિયામાં ટૂરિસ્ટોની દોટ

અજબ ગજબ

ટૅટૂ છૂંદાવવા ઇન્ડોનેશિયામાં ટૂરિસ્ટોની દોટ


ઇન્ડોનેશિયાના બાલીમાં આજકાલ ટૅટૂ-ટૂરિઝમ ખૂબ ફૂલ્યુંફાલ્યું છે. અહીં ટૂરિસ્ટો આખા શરીરે એકસાથે ટૅટૂ છૂંદાવે છે. આખા શરીરે ટૅટૂ કરવાં હોય અને તમે વન બાય વન ટૅટૂ કરાવો તો મહિનાઓ લાગી જાય, પરંતુ ઇન્ડોનેશિયામાં આ કામ માત્ર એક કે વધુમાં વધુ બે જ સેશનમાં પૂરું કરી આપવામાં આવે છે. એકસાથે ૯ ટૅટૂ-આર્ટિસ્ટો તમારા શરીર પર લાગી પડે છે. આ સેશન કોઈ ટૅટૂ-સ્ટુડિયોમાં નહીં પણ હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં થાય છે. છૂંદણાંની પ્રક્રિયા ખૂબ પીડાદાયક હોય છે એટલે વ્યક્તિને જનરલ ઍનેસ્થેસિયા આપી દેવામાં આવે છે. વ્યક્તિ બેહોશ હોવાથી એકસાથે ૮થી ૯ આર્ટિસ્ટો એકસાથે કામ કરી શકે છે. લગભગ ૧૦થી ૨૦ કલાક સુધી જનરલ ઍનેસ્થેસિયામાં વ્યક્તિ રહે છે. જ્યારે તે જાગે છે ત્યારે દરદીનું આખું બૉડી કવર થઈ ગયું હોય છે. સોશ્યલ મીડિયામાં આ પ્રક્રિયાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જોકે ડૉક્ટરોએ આ બાબતે ચિંતા જતાવી છે. કોઈ ગંભીર માંદગી વિના લાંબો સમય બેહોશીની દવા લેવી એ દરદીના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. જ્યારે દરદી જાગે એ પછી પણ પીડા શમાવવા માટે બિનજરૂરી પેઇનકિલર્સ લેવી પડે છે જે સ્વાસ્થ્ય માટે બિનજરૂરી છે. ડૉક્ટરોએ આ ટ્રેન્ડ સામે વિરોધ કરતાં બાલી-પ્રશાસને હવે આ ટ્રેન્ડ માટે જરૂરી નિયમનો બનાવવામાં આવશે એવી જાહેરાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 02:46 PM IST | Indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK