Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બંગલાદેશમાં માણસ કૂતરા પર બાઇકની પેટ્રોલ-ટૅન્ક બાંધીને પેટ્રોલ લેવા પહોંચ્યો

બંગલાદેશમાં માણસ કૂતરા પર બાઇકની પેટ્રોલ-ટૅન્ક બાંધીને પેટ્રોલ લેવા પહોંચ્યો

Published : 12 April, 2026 02:00 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેને હકીકતમાં પેટ્રોલ મળતું નથી, પરંતુ પેટ્રોલ-પમ્પવાળો જાણે ટાંકીમાં ફ્યુઅલ ભરતો હોય એવો પોઝ જરૂર આપે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


બંગલાદેશમાં ફ્યુઅલની તંગી હોવાથી પમ્પ પર વ્યક્તિદીઠ નિયત મર્યાદામાં જ ફ્યુઅલ મળે છે. કોઈ ચીજની જ્યારે પણ તંગી સર્જાય ત્યારે જ આપણને એ ચીજ કોઈ પણ હિસાબે ખરીદવી હોય છે. વાહનદીઠ નિયત ફ્યુઅલ મળતું હોવાથી અહીં લોકો જાતજાતનો જુગાડ લગાવીને વધુ ફ્યુઅલ મેળવવાનો પ્રયત્ન કરે છે. આવા જ પ્રયાસ હેઠળ એક યુવાન કૂતરા પર બાઇકની પેટ્રોલની ટાંકી બાંધીને પેટ્રોલ-પમ્પ પર પહોંચ્યો છે. પમ્પ પર લાંબી લાઇન વચ્ચે એક યુવાન કૂતરાને રસ્સીથી બાંધીને દોરીને લઈ જાય છે અને પીઠ પર પેટ્રોલ-ટૅન્ક લગાવેલી છે. આ કન્ટેન્ટ ક્રીએટરે કરેલો પ્રૅન્ક જ છે. તેને હકીકતમાં પેટ્રોલ મળતું નથી, પરંતુ પેટ્રોલ-પમ્પવાળો જાણે ટાંકીમાં ફ્યુઅલ ભરતો હોય એવો પોઝ જરૂર આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 02:00 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK