Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રાણીપ્રેમી બાઇકરે ટ્રાફિક રોકીને બિલાડીના બચ્ચાને બચાવ્યું અને ઝભ્ભાના ખિસ્સામાં મૂકીને સલામત જગ્યાએ લઈ ગયો

પ્રાણીપ્રેમી બાઇકરે ટ્રાફિક રોકીને બિલાડીના બચ્ચાને બચાવ્યું અને ઝભ્ભાના ખિસ્સામાં મૂકીને સલામત જગ્યાએ લઈ ગયો

Published : 16 November, 2026 06:28 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂરપાટ વેગે દોડતાં વાહનો વચ્ચે કોઈ મૂંગું પ્રાણી ફસાઈ જાય ત્યારે મોટા ભાગે લોકો એની પરવા કર્યા વિના આગળ વધી જતા હોય છે, પરંતુ બંગલાદેશના એક બાઇકરે સમયસૂચકતા અને સંવેદનશીલતાથી બિલાડીના એક બચ્ચાનો જીવ બચાવ્યો હતો.

પ્રાણીપ્રેમી બાઇકરે ટ્રાફિક રોકીને બિલાડીના બચ્ચાને બચાવ્યું  અને ઝભ્ભાના ખિસ્સામાં મૂકીને સલામત જગ્યાએ લઈ ગયો

પ્રાણીપ્રેમી બાઇકરે ટ્રાફિક રોકીને બિલાડીના બચ્ચાને બચાવ્યું અને ઝભ્ભાના ખિસ્સામાં મૂકીને સલામત જગ્યાએ લઈ ગયો


પૂરપાટ વેગે દોડતાં વાહનો વચ્ચે કોઈ મૂંગું પ્રાણી ફસાઈ જાય ત્યારે મોટા ભાગે લોકો એની પરવા કર્યા વિના આગળ વધી જતા હોય છે, પરંતુ બંગલાદેશના એક બાઇકરે સમયસૂચકતા અને સંવેદનશીલતાથી બિલાડીના એક બચ્ચાનો જીવ બચાવ્યો હતો. ટ્રાફિકની વચ્ચે બાઇક ઊભી રાખીને તેણે ટ્રાફિક થંભાવ્યો હતો અને એક કારની નીચે ફસાઈ ગયેલા બચ્ચાને બહાર કાઢ્યું હતું. તે બચ્ચાને સાથે લઈ જવા માગતો હતો પણ તેની પાસે કોઈ બાસ્કેટ જેવું હતું નહીં એટલે તેણે બચ્ચાને પોતાના ઝભ્ભાના ખિસ્સામાં મૂકીને એને પેટ્રોલની ટાંકીના ટેકે બેસાડી દીધું હતું. બાઇકિંગ વિડિયો બનાવતા ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ-ક્રીએટર રદવાનનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે. બચ્ચું ડરેલું હતું એટલે રદવાનને મદદ કરવા માટે બીજા લોકો પણ મદદે આવ્યા હતા. થોડેક આગળ ગયા પછી તેને લાગ્યું કે કદાચ ખિસ્સામાં બચ્ચું કમ્ફર્ટેબલ નથી એટલે તેણે બાઇક રોકીને એક ફેરિયા પાસેથી પ્લાસ્ટિકની થેલી માગી અને એમાં એને મૂક્યું. એ પછી પણ બચ્ચું બરાબર મૂવમેન્ટ નહોતું કરતું એટલે તેણે બીજી દુકાનમાંથી પાણી લઈને પ્લાસ્ટિકની થેલીમાં કાણું પાડીને બચ્ચાને પાણી પિવડાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 06:28 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK