બિહારના કટિહારમાં છઠ પૂજા માટે ખાસ ઘાટનું નિર્માણ કરતી વખતે જમીનમાં ઊંડેથી શ્રીકૃષ્ણની ધાતુની મૂર્તિ મળી આવી હતી. એ મૂર્તિમાં કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને માથે મુગટ પણ છે.
છઠપૂજા માટે ઘાટ ખોદતી વખતે મળ્યા વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની મૂર્તિ
બિહારના કટિહારમાં છઠ પૂજા માટે ખાસ ઘાટનું નિર્માણ કરતી વખતે જમીનમાં ઊંડેથી શ્રીકૃષ્ણની ધાતુની મૂર્તિ મળી આવી હતી. એ મૂર્તિમાં કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને માથે મુગટ પણ છે. જ્યાંથી આ મૂર્તિ મળી આવી એની બાજુમાં જ એક શિવમંદિર છે. હાલમાં શ્રીકૃષ્ણની મૂર્તિને આ શિવમંદિરમાં રાખવામાં આવી છે, પરંતુ શ્રદ્ધાળુઓ એને ભગવાનનું સાક્ષાત્ આગમન માને છે. આ મૂર્તિ કેટલાં વર્ષ જૂની છે એના અભ્યાસ માટે પુરાતત્ત્વ વિભાગ પાસે તપાસ કરાવવામાં આવશે. એનાથી ખબર પડશે કે આ મૂર્તિ ઐતિહાસિક છે કે અર્વાચીન. આ મૂર્તિ સાથે કોઈ ઇતિહાસ સંકળાયો હોય કે ન હોય, સ્થાનિકોએ તો શિવમંદિરમાં જ કૃષ્ણની ભક્તિ કરવાનું શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે છઠીમૈયાની પૂજા દરમ્યાન સાક્ષાત્ પ્રભુ પ્રગટ થયા છે એટલે એ મૂર્તિની સ્થાપના થાય કે ન થાય, હાજરાહજૂર પ્રભુ આવ્યા હોવાનો સંકેત છે.
