Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માણસ પગથી માથા સુધી ઓઢીને સૂતો હતો, હત્યારાએ પગને માથું સમજીને વાર કરતાં પગ કપાઈ ગયો પણ તેનો જીવ બચી ગયો

માણસ પગથી માથા સુધી ઓઢીને સૂતો હતો, હત્યારાએ પગને માથું સમજીને વાર કરતાં પગ કપાઈ ગયો પણ તેનો જીવ બચી ગયો

Published : 17 March, 2026 01:05 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના મુંગેર જિલ્લાના પૂર્વી ટોલા ગામમાં હેરત પમાડે એવો એક કિસ્સો બન્યો છે.

મનોજ ચૌધરી

અજબ ગજબ

મનોજ ચૌધરી


બિહારના મુંગેર જિલ્લાના પૂર્વી ટોલા ગામમાં હેરત પમાડે એવો એક કિસ્સો બન્યો છે. મનોજ ચૌધરી નામના ભાઈ ઊંઘી ગયા હતા ત્યારે તેના પર ગુડ્ડુ ચૌધરી નામના માણસે હુમલો કર્યો હતો. ગુડ્ડુ મનોજના ભાઈ વિશાલનો જીવ લેવા માગતો હતો એટલે તેણે એક ઘાએ બે કટકા કરવા માટે તેની ગરદન પર કુહાડી મારવાનો પ્લાન કર્યો હતો. જોકે રાતના સમયે ગુડ્ડુ તેને મારવા ઘરમાં ઘૂસ્યો ત્યારે મનોજ પગથી માથા સુધી ઓઢવાનું ઓઢીને ટૂંટિયું વાળીને સૂતો હતો. એવામાં ગુડ્ડુએ તેના પગના ભાગને માથું સમજીને જોરથી કુહાડીથી વાર કર્યો હતો. અચાનક ઊંઘમાં થયેલા હુમલાથી મનોજ જાગવાની સાથે જોરથી ચીસો પાડવા લાગ્યો, કેમ કે તેનો ડાબો પગ બહુ ખરાબ રીતે કપાયો હતો. મનોજની ચીસાચીસથી પરિવારજનો જાગી ગયા હતા. જોકે ગુડ્ડુને તેઓ પકડે એ પહેલાં તે ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરીને મનોજને હૉસ્પિટલમાં ભરતી કર્યો હતો. પારિવારિક રંજિશમાં આ કારસ્તાન થયું હતું. જોકે જ્યારે ગુડ્ડુને પૂછવામાં આવ્યું ત્યારે તો વધુ મોટો ટ્‌વિસ્ટ જાણવા મળ્યો હતો. ગુડ્ડુ હકીકતમાં મનોજના ભાઈ વિશાલને મારવા આવ્યો હતો, પણ ચાદર ઓઢેલી હોવાથી ઓળખમાં થાપ ખાઈ ગયો હતો અને બીજી ભૂલ તેણે એ કરી માથાને બદલે પગે વાર કર્યો. એનાથી મનોજ જખમી થયો પણ તેનો જીવ બચી ગયો.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 01:05 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK