બિહારમાં પુનપુન ઘાટ રેલ્વે સ્ટેશન શ્રાધ પક્ષ દરમિયાન માત્ર 15 દિવસ માટે જ સક્રિય રહે છે કારણ કે લોકો પિંડદાન માટે ગયાજીની મુલાકાત લે છે. 17 સપ્ટેમ્બરથી ટ્રેનો ફરી શરૂ થશે.
અજબગજબ
પુનપુન ઘાટ રેલવે-સ્ટેશન
દેશમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ સહિતનાં અનેક રેલવે-સ્ટેશનો એવાં છે કે ત્યાં ટ્રેન ઊભી રાખવા માટે ટ્રૅક ખૂટી પડતા હોય છે; પરંતુ બિહારના પુનપુન ઘાટ રેલવે-સ્ટેશને આખા વર્ષમાં માત્ર ૧૫ દિવસ જ ટ્રેન આવે છે. બાકીના ૩૫૦ દિવસ રેલવે-સ્ટેશન સૂમસામ પડ્યું રહે છે. પુનપુન ઘાટ સ્ટેશને શ્રાદ્ધપક્ષના ૧૫ દિવસ સુધી જ ચહલપહલ હોય છે, કારણ કે પિતૃપક્ષમાં લોકો ગયાજીમાં શ્રાદ્ધ અને પિંડદાન કરવા આવે છે. આ વખતે ૧૭ સપ્ટેમ્બરથી ૯ જોડી ટ્રેનને રોકાવા માટે ગયાના રેલ-અધિકારીઓએ આદેશ કર્યો છે.