ઓપનિંગ સેરેમનીમાં ટાઇટલ સ્પૉન્સર, ટીમ ઓનર્સ, કો-સ્પૉન્સર, દરેક ટીમના ખેલાડીઓ, સંસ્થાની મૅનેજિંગ કમિટી તેમ જ ક્રિકેટ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં આ ત્રીજી સીઝનની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું
દીપપ્રાગટ્ય અને શ્રીફળ વધેરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત T. K. RUBY VPL T20 2025 (Season-3)નો રવિવારે સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સવારે ૯ વાગ્યે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે શાનદાર શરૂઆત થઈ હતી. ઓપનિંગ સેરેમનીમાં ટાઇટલ સ્પૉન્સર, ટીમ ઓનર્સ, કો-સ્પૉન્સર, દરેક ટીમના ખેલાડીઓ, સંસ્થાની મૅનેજિંગ કમિટી તેમ જ ક્રિકેટ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં આ ત્રીજી સીઝનની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દીપપ્રાગટ્ય અને શ્રીફળ વધેરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ સીઝનમાં કલ્પલબ્ધિ બુલ્સ, સ્કોચર્સ, ટૉપ ટેન્સ લાયન્સ, રંગોલી વાઇકિંગ્સ, વિમલ વિક્ટર્સ, જૉલી જૅગ્વાર્સ, એમ્પાયર વૉરિયર્સ અને RSS વૉરિયર્સ એમ કુલ આઠ ટીમ ચૅમ્પિયન બનવા મેદાનમાં ઊતરી છે. ઓપનિંગ સેરેમની બાદ રમાયેલા પ્રથમ મુકાબલમાં ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સે તેમનું ફૉર્મ જાળવી રાખતાં ટૉપ ટેન્સ લાયન્સ સામે ૧૮ રનથી જીત મેળવી હતી. ત્યાર બાદ આ સીઝનમાં બે નવી ટીમ વચ્ચેના મુકાબલામાં જૉલી જૅગ્વાર્સે વિમલ વિક્ટર્સ સામે ૬ વિકેટથી શાનદાર જીત સાથે સૉલિડ શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
મૅચ-૧ : રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૬ રન – યશ મોતા ૪૯, દીપેશ ગડા ૩૬ અને મયૂર ગાલા ૨૨ રન, દીપક શાહ ૨૧ રનમાં ૩ તથા હર્ષ ગડા ૨૩ રનમાં અને ભાવિક ગિન્દ્રા ૨૪ રનમાં એક-એક વિકેટ)નો ટૉપ ટેન્સ લાયન્સ (૧૮.૫ ઓવરમાં ૧૧૮ રનમાં ઑલઆઉટ - દીપક શાહ ૩૧, ભાવિક ગિન્દ્રા ૨૭ અને પ્રતીક ગડા ૨૦ રન, પ્રથમ ગાલા ૨૫ રનમાં ચાર, યશ મોતા ૧૯ રનમાં બે તથા અમલ ગડા ૨૨ રનમાં એક વિકેટ) સામે ૧૮ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : યશ મોતા (૪૯ રન, બે વિકેટ, એક કૅચ અને એક રન-આઉટ).
મૅચ-૨ : વિમલ વિક્ટર્સ (૨૦ ઑવરમાં ૬ વિકેટે ૧૧૮ રન – હર્ષ ગડા ૩૩ અને ચિરાગ નિશર ૩૨ રન, ક્રમશ નંદુ ૧૪ રનમાં બે તથા રોમિલ ગડા ૨૧ રનમાં અને નિસર્ગ છેડા ૧૮ રનમાં એક-એક વિકેટ) સામે જૉલી જૅગ્વાર્સ (૧૮.૩ ઓવરમાં ૪ વિકેટે ૧૧૯ રન – અભિક ગડા ૩૫, નિકેત શાહ ૩૫ અને નિસર્ગ છેડા ૨૫ રન, અભિષેક ફરિયા ૨૫ રનમાં, ભાવિન નિસર ૧૯ રનમાં અને ચિરાગ નિશર ૨૮ રનમાં એક-એક વિકેટ)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : નિર્સગ છેડા (૨૫ રન અને એક વિકેટ).
હવે ગુરુવારે સવારે RSS વૉરિયર્સ v/s એમ્પાયર વૉરિયર્સ તથા બપોરે સ્કોચર્સ v/s કલ્પલબ્ધિ બુલ્સ વચ્ચે જંગ જામશે.