Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં ૮૦ લાખ રૂપિયા આપ્યા, પણ નકલી

ચીનમાં વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં ૮૦ લાખ રૂપિયા આપ્યા, પણ નકલી

07 May, 2024 09:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માણસ સામે કોઈ ગુનો નોંધાયો નહોતો,  કેમ કે તેણે નોટોના બદલે ટ્રેઇનિંગ કૂપન ભરી હતી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે પાર્ટનર તરફથી મળેલી નાનામાં નાની ગિફ્ટ પણ બહુ કીમતી લાગતી હોય છે, પરંતુ ચીનમાં એક મહિલા સાથે ગિફ્ટના નામે છેતરપિંડી થઈ ગઈ હતી. આ મહિલાના બૉયફ્રેન્ડે તેને ગિફ્ટમાં ૮૦ લાખ રૂપિયા ભરેલી એક સૂટકેસ આપી હતી. જ્યારે આ બહેન બૅન્કમાં ગયાં ત્યારે ખબર પડી કે બૅગમાં માત્ર ઉપર રહેલી નોટો જ અસલી હતી, બાકીની નોટો તો નકલી છે. ગર્લફ્રેન્ડને નકલી નોટ પધરાવવામાં માણસની ધરપકડ થઈ ત્યારે તેણે કહ્યું કે ‘મારી ગર્લફ્રેન્ડનાં માતા-પિતાની માગણી હતી કે હું તેમની દીકરીને એક ઘર લઈ આપું. મારી પાસે એટલા પૈસા ન હોવાથી મેં નકલી કૅશ ભરી હતી.’ જોકે આ માણસ સામે કોઈ ગુનો નોંધાયો નહોતો,  કેમ કે તેણે નોટોના બદલે ટ્રેઇનિંગ કૂપન ભરી હતી અને આ કૂપનને નકલી ચલણ તરીકે ગણવામાં આવતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK