આ ચારેય દોડવીરોની ટીમની ઉંમરનો સરવાળો કરીએ તો કુલ ૩૨૧ વર્ષ થાય છે.
રનિંગ બ્રૅન્ડ અલ્ટ્રારનિંગ યુરોપે બ્રિટનની સૌથી જૂની અને વયસ્કોની રનિંગ ટીમ બનાવી છે.
રનિંગ બ્રૅન્ડ અલ્ટ્રારનિંગ યુરોપે બ્રિટનની સૌથી જૂની અને વયસ્કોની રનિંગ ટીમ બનાવી છે. એમાં કુલ ૪ સભ્યો છે. એમાં ૭૫થી ૮૫ વર્ષના ૪ ઍથ્લીટ્સ છે જે આ ઉંમરે પણ દોડે છે અને દોડવાને કૉમ્પિટિટિવ સ્પોર્ટ્સની જેમ જ ગંભીરતાથી લે છે.
આ ચાર જણની ટીમમાં ૮૨ વર્ષનાં પીટર જૉઇલ્સ છે જે ૮૦ વર્ષથી મોટી વયની કૅટેગરીમાં ૫૦૦૦ કિલોમીટર દોડનારા સૌથી સ્પીડી રનર છે. ૭૯ વર્ષનાં રાજિન્દર સિંહ દુનિયાભરમાં અસંખ્ય મૅરથૉન દોડી ચૂક્યા છે. ૮૫ વર્ષનાં લૉરેન્સ કમિંગ્સના નામે તેમની એજ-કૅટેગરીના અનેક રેકૉર્ડ્સ છે. ૭૫ વર્ષનાં પ્રીતપાલ કૌરે આ જ વર્ષે લંડન મૅરથૉન દોડી હતી અને સૌથી મોટી વયના બ્રિટિશ એશિયન મહિલા મૅરથૉન રનરનો ખિતાબ મેળવ્યો હતો.
ADVERTISEMENT
આ ચાર રનર્સે સાથે મળીને એક લેજન્ડરી ટીમ બનાવી છે જેમની પાસે દાયકાઓથી વધુ જૂનો દોડવાનો અનુભવ છે અને આ ઉંમરે પણ રનિંગનો ઉત્સવ મનાવે છે. પ્રીતપાલ કૌરે તો બ્લડ-કૅન્સરને માત આપીને આ વર્ષે મૅરથૉન દોડી હતી.
આ ચારેય દોડવીરોની ટીમની ઉંમરનો સરવાળો કરીએ તો કુલ ૩૨૧ વર્ષ થાય છે.
