બ્રિટનમાં ૩૯ વર્ષના કાઇલ ન્યુબી નામના ભાઈએ ‘પેટ પૂ પિક’ નામની સર્વિસ શરૂ કરી છે.
આ છે એ ભાઈ જે ડૉગીનો પૉટી ઉઠાવવાનું કામ કરે છે
કોઈ પણ કામ નાનું નથી, જો તમે એને સારી રીતે કરીને એમાંથી કઈ રીતે પૈસા કમાવા એ જાણતા હો તો. બ્રિટનમાં ૩૯ વર્ષના કાઇલ ન્યુબી નામના ભાઈએ ‘પેટ પૂ પિક’ નામની સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસમાં તેમણે કોઈનું કૂતરું ગમે ત્યાં પૉટી કરી ગયું હોય એ ઉઠાવીને સાફ કરવાનું હોય છે. જોકે આ કામ વધારાની કમાણી માટે બહુ સારું છે એવું તેમનું કહેવું છે. કાઇલનું કહેવું છે કે વધારાના ફાજલ સમયમાં મેં આ સર્વિસ આપવાનું શરૂ કરીને વર્ષે ૩૨,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી છે. અમેરિકામાં કૂતરાઓની ગંદકી ઉઠાવવાનું તેમના માલિકોને ગમતું હોય છે, પણ બ્રિટનમાં એવું નથી. કાઇલે પેટ પૂ પિક નામની સર્વિસ શરૂ કરીને ૩૫ ગ્રાહકોનો સમૂહ બનાવ્યો છે. વીકમાં બે વાર તે કૂતરાની પૉટી ઉઠાવવાની સર્વિસ આપે છે. એ માટે પ્રતિ વિઝિટ ૨૦ ડૉલર મળે છે. પાર્ટટાઇમમાં આ કામ કરવાથી વધારાના પૈસા પણ રળી શકાય છે.


