Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક મહિલાએ ઊંઘમાં જ બાળકને જન્મ આપી દીધો અને તેને ખબર જ ન પડી

એક મહિલાએ ઊંઘમાં જ બાળકને જન્મ આપી દીધો અને તેને ખબર જ ન પડી

Published : 12 July, 2026 11:33 AM | IST | Canada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે તરત બૂમ પાડીને નર્સને બોલાવી હતી અને પછી બાળકની તપાસ કરતાં એ નૉર્મલ હોવાનું જાણવા મળ્યું હતું.

કૅરોલિના મૉરે

અજબ ગજબ

કૅરોલિના મૉરે


‍કૅનેડાની ૨૭ વર્ષની કૅરોલિના મૉરેનો નામની મહિલાએ દાવો કર્યો હતો કે તેને ત્રીજી પ્રસૂતિ દરમ્યાન કોઈ જ લેબર-પેઇનનો અનુભવ થયો નહોતો. આ પહેલાં તે બે બાળકોને જન્મ આપી ચૂકી છે અને બન્ને વખતે તેને ભયંકર પીડાદાયક પ્રસૂતિનો અહેસાસ થયેલો છે. જોકે તાજેતરમાં જ્યારે તેણે ત્રીજા બાળકને જન્મ આપ્યો ત્યારે તેને ખબર પણ નહોતી પડી. તેણે આખી ઘટના સોશ્યલ મીડિયા પર વર્ણવી હતી. વાત એમ હતી કે કૅરોલિનાને સ્ટ્રૅપ્ટોકોકસ નામના બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હતું. આ ઇન્ફેક્શનને કારણે તેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. અહીં ડૉક્ટરોએ તેને લેબર-પેઇન શરૂ થાય એ માટે ખાસ દવાઓ આપી. જોકે એ પહેલાં તેને ખૂબ ભારે ઍન્ટિ-બાયોટિક્સ આપવામાં આવી હતી. જોકે એ દવાઓના ઘેનને કારણે તેને પ્રસૂતિની પીડાનો જરાય અનુભવ જ ન થયો. ઇન ફૅક્ટ, બાળક જન્મ્યું ત્યારે તે ભરઊંઘમાં સૂઈ ગઈ હતી. આ કોઈ ઍનેસ્થેસિયાની અસર નહોતી, માત્ર દવાઓના હેવી ડોઝને કારણે થયું હતું. તે સૂતી હોવાથી તેની પાસે કોઈ નર્સ પણ નહોતી. જ્યારે તે જાગી ત્યારે નવજાત બાળક તેના પગ વચ્ચે પડેલું હતું. તેણે તરત બૂમ પાડીને નર્સને બોલાવી હતી અને પછી બાળકની તપાસ કરતાં એ નૉર્મલ હોવાનું જાણવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 11:33 AM IST | Canada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK