દક્ષિણ અમેરિકાના ઍમૅઝૉનના જંગલ વિસ્તારોમાં ‘ચિચા ડે યુકા’ નામનું ડ્રિન્ક મળે છે જે એક પ્રકારનું ફર્મેન્ટેડ પીણું છે. વિશ્વમાં અનેક પ્રકારના દારૂ મળે છે. વ્હિસ્કી, વાઇન, બિયર, રમ, વોડકા અને એવું ઘણુંબધું.
લોકોએ ચાવીને થૂંકેલા કોળિયામાંથી બનતો દારૂ પીશો?
દક્ષિણ અમેરિકાના ઍમૅઝૉનના જંગલ વિસ્તારોમાં ‘ચિચા ડે યુકા’ નામનું ડ્રિન્ક મળે છે જે એક પ્રકારનું ફર્મેન્ટેડ પીણું છે. વિશ્વમાં અનેક પ્રકારના દારૂ મળે છે. વ્હિસ્કી, વાઇન, બિયર, રમ, વોડકા અને એવું ઘણુંબધું. જોકે દક્ષિણ અમેરિકાનાં જંગલોમાં એક ટ્રેડિશનલ દારૂ બને છે. જો કોઈકને એ એમ જ આપવામાં આવે તો લોકો એનો લુત્ફ ઉઠાવીને પીવા લાગે છે, પરંતુ જો એ બનાવવાની રીત જાણશો તો પીધેલો દારૂ ઊલટી થઈને બહાર નીકળી જશે. ‘ચિચા ડે યુકા’ નામનું આ ડ્રિન્ક થૂંકથી બને છે. આ ડ્રિન્ક બનાવવા માટે જે કંદમૂળ વપરાય છે એને લોકો પહેલાં ચાવી-ચાવીને થૂંકી દે છે અને પછી એને ફર્મેન્ટ થવા માટે મૂકવામાં આવે છે. અનેક કલાકો બાદ એમાં આથો આવે એ પછી ગાળીને એમાંથી દારૂ બનાવવામાં આવે છે. એનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે એટલે લોકોને બહુ ગમે છે.
જો થૂંકથી ફર્મેન્ટેશન ન કરવામાં આવે તો એટલો ટેસ્ટ નથી આવતો. માણસના થૂંકમાં હાજર ખાસ એન્ઝાઇમથી કંદમૂળમાંનો સ્ટાર્ચ શુગરમાં બદલાય છે. આ શુગર યીસ્ટ અને બૅક્ટેરિયાને આલ્કોહૉલ બનાવવામાં મદદ કરે છે.


