Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુવાનો જલદી લગ્ન કરે એ માટે ચીનની યુનિવર્સિટીમાં રજા દરમ્યાન રોમૅન્સ કરવાનું કહેવાયું

યુવાનો જલદી લગ્ન કરે એ માટે ચીનની યુનિવર્સિટીમાં રજા દરમ્યાન રોમૅન્સ કરવાનું કહેવાયું

Published : 20 March, 2026 12:39 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના સિચુઆનમાં આવેલી સાઉથવેસ્ટ વોકેશનલ કૉલેજ ઑફ એવિએશને તાજેતરમાં એક નોટિસ બહાર પાડી છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ચીનના સિચુઆનમાં આવેલી સાઉથવેસ્ટ વોકેશનલ કૉલેજ ઑફ એવિએશને તાજેતરમાં એક નોટિસ બહાર પાડી છે. સ્વાભાવિક રીતે કૉલેજમાં રજાઓની જાહેરાત એક મહિના પહેલાં થઈ જતી હોય છે. આ કૉલેજમાં પહેલીથી છઠ્ઠી એપ્રિલ સુધી સ્પ્રિન્ટ બ્રેક જાહેર થયો છે. આ રજાની જાહેરાતની નોટિસમાં કૉલેજ પ્રશાસને લખ્યું હતું કે આ રજાઓમાં માત્ર ભણવામાં જ ડૂબેલા ન રહેતા; પણ બહાર નીકળો, પ્રકૃતિ અને ફૂલોના સુંદર નજારાને માણો અને ગમતા લોકોને મળીને તેમની સાથે રોમૅન્સ કરો. આ રજાની થીમ પણ છે ‘ફૂલોની સુંદરતા અને રોમૅન્સ માણો’.

આવું પગલું કેમ લેવાયું? ચીનમાં આજકાલ વસ્તીદર ખૂબ ઝડપથી ઘટી રહ્યો છે. એનું કારણ એ છે કે જન્મદર પણ ઘટી રહ્યો છે. વર્ષો જૂની એક જ બાળકની પૉલિસીને કારણે હવે અહીંનું કલ્ચર જ ઓછાં સંતાનોનું થઈ ગયું છે. યુવાનો લેટ લગ્ન કરે છે અને મોંઘવારીને કારણે પરિવાર વધુ વિસ્તરતો નથી એવા સંજોગોમાં ચીને હવે જન્મદર વધારવા માટે યુગલોને રોમૅન્સ માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 12:39 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK