અમૃતસરના રામબાગ શાકમાર્કેટમાંથી ચરણ સિંહ નામના એક ભાઈએ છૂટક ધોરણે એક કિલો અથાણું ખરીદ્યું હતું. ઘરે જઈને તેમણે જમવા બેસતી વખતે અથાણાનો ડબ્બો ખોલ્યો તો એમાંથી એક ચમચીમાં મરેલી માછલી નીકળી હતી.
અથાણાંમાંથી નીકળી માછલી
અમૃતસરના રામબાગ શાકમાર્કેટમાંથી ચરણ સિંહ નામના એક ભાઈએ છૂટક ધોરણે એક કિલો અથાણું ખરીદ્યું હતું. ઘરે જઈને તેમણે જમવા બેસતી વખતે અથાણાનો ડબ્બો ખોલ્યો તો એમાંથી એક ચમચીમાં મરેલી માછલી નીકળી હતી. આ અથાણું કોઈ બ્રૅન્ડનું નહોતું. છૂટક વેપારીઓ ડ્રમમાં અથાણાં લઈને વેચે ત્યાંથી ચરણ સિંહે એ ખરીદ્યું હતું. છૂટક માલમાં પણ જો ગરબડ હોય તો એના વિક્રેતાને જવાબદાર બનાવી શકાય છે. ચરણ સિંહે સ્થાનિક ખાદ્ય સુરક્ષા એજન્સીને સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.
