Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરાઓની દિવાળી હૉટ જઈ રહી છે, ઠંડીનો ક્યાંય અતોપતો નહીં

મુંબઈગરાઓની દિવાળી હૉટ જઈ રહી છે, ઠંડીનો ક્યાંય અતોપતો નહીં

Published : 06 November, 2026 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ૩૬.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું, ગરમીથી રાહતના અણસાર નથી દેખાઈ રહ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવારના સમયે ગરમીથી નજીવી કહી શકાય એવી રાહત અનુભવતા મુંબઈગરાઓએ ગઈ કાલે પણ આખો દિવસ તાપ સહન કરવો પડ્યો હતો. મુંબઈગરાઓએ ગઈ કાલે વહેલી સવારે ૨૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવ્યું હતું, જ્યારે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આગામી પાંચ-છ દિવસ પણ શહેરનું મહત્તમ તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રીની આસપાસ જ રહેશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હોવાથી મુંબઈગરાઓની દિવાળી હૉટ જ રહેશે એવી પૂરેપૂરી શક્યતા છે. 

શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં મુંબઈમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત્ છે અને આવનારા દિવસોમાં પણ ઠંડીની લહેર વર્તાય એવા કોઈ અણસાર દેખાતા ન હોવાનું હવામાન ખાતાનું કહેવું છે. નવેમ્બર મહિનામાં ઠંડકનો અનુભવ નહીંવત્ જેવો રહેશે એવું મુંબઈ હવામાન ખાતાના અધિકારીઓનું માનવું છે. જોકે ડિસેમ્બર મહિનાની શરૂઆત પછી મુંબઈગરાઓને ગરમીથી રાહત મળે અને વાતાવરણ ઠંડું થાય એવી શક્યતા છે. 



હવાની ગુણવત્તા પણ ખરાબ


ચોમાસાની વિદાય પછી જ મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) કથળી રહ્યો છે અને હજી પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈનો AQI ગઈ કાલે ૧૫૪ નોંધવામાં આવ્યો હતો જે પુઅર એટલે કે ખરાબ કૅટેગરીમાં આવે છે. સ્મૉગ જેવું વાતાવરણ ઊભું નથી થયું છતાં મુંબઈની હવાની ગુણવત્તા સતત પુઅર કૅટેગરીમાં નોંધાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK