Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાની હત્યાની ફાઇલ પોલીસે બંધ કરી દીધી, પણ માએ હાર ન માની અને દોઢ વર્ષમાં શોધી કાઢ્યો હત્યારાને

દીકરાની હત્યાની ફાઇલ પોલીસે બંધ કરી દીધી, પણ માએ હાર ન માની અને દોઢ વર્ષમાં શોધી કાઢ્યો હત્યારાને

Published : 11 April, 2026 01:20 PM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેહરાદૂનમાં રહેતા ૧૮ વર્ષના ક્ષિતિજ નામના ટીનેજરનું ૨૦૨૪માં એક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું. એક ડમ્પરવાળાએ રોડ ક્રૉસ કરી રહેલા ક્ષિતિજને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે તરત તેને હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યો અને...

દીકરાની હત્યાની ફાઇલ પોલીસે બંધ કરી દીધી, પણ માએ હાર ન માની અને દોઢ વર્ષમાં શોધી કાઢ્યો હત્યારાને

દીકરાની હત્યાની ફાઇલ પોલીસે બંધ કરી દીધી, પણ માએ હાર ન માની અને દોઢ વર્ષમાં શોધી કાઢ્યો હત્યારાને


દેહરાદૂનમાં રહેતા ૧૮ વર્ષના ક્ષિતિજ નામના ટીનેજરનું ૨૦૨૪માં એક રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું. એક ડમ્પરવાળાએ રોડ ક્રૉસ કરી રહેલા ક્ષિતિજને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે તરત તેને હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યો અને સારવાર અપાઈ છતાં તે બીજા જ દિવસે હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. દીકરાની મમ્મી લલિતાને વિશ્વાસ હતો કે તેના દીકરાને ટક્કર મારીને ભાગી જનારા હત્યારાને પોલીસ પકડી લેશે, પણ મૃત્યુના ૬ મહિના સુધી કોઈ જ પરિણામ ન આવ્યું. આખરે પોલીસે કેસની ફાઇલ પણ બંધ કરી દીધી. જોકે દીકરાને ન્યાય અપાવવા માટે તરસતું માનું દિલ રોકાયું નહીં. તેણે નક્કી કર્યું કે હું કોઈ પણ ભોગે તે હત્યારાને શોધી જ કાઢીશ. તે રોજ સવારે ઘરેથી નીકળી જતી અને ઘટનાસ્થળની આસપાસની દુકાનો કે ઑફિસોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતી રહેતી. એ જગ્યાએ રહેતા લોકો અને વારંવાર પસાર થતા રાહદારીઓને ઘટનાના દિવસ વિશેની પૂછતાછ કરતી રહેતી. એમ કરીને તેણે કુલ ૧૦ શંકાસ્પદ લોકોની ઓળખ કરી. એ પછી તે એ દસેય વ્યક્તિની વધુ જાણકારી મેળવવા લાગી. આટલું કરતાં તેને દોઢ વર્ષનો સમય લાગ્યો. આખરે લલિતાની મહેનત રંગ લાવી. તેણે માત્ર એ ડમ્પર જ નહીં, એ દિવસે ડમ્પર ચલાવતા ડ્રાઇવરને પણ શોધી કાઢ્યો. એ પછી તમામ પુરાવાઓ સાથે પોલીસને રિપોર્ટ સોંપ્યો. હવે પોલીસે ફરીથી એ કેસ ઓપન કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 01:20 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK