અમેરિકન સોશ્યલાઇટ અને બિઝનેસવુમન કાયલી જેનરે આ બ્રેસિયર પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. ૨૯ વર્ષની કાયલીએ સફેદ પાંખો પહેરીને એન્જલવાળા લુકમાં હીરાજડિત બ્રેસિયર પહેરી હતી. આ બ્રેસિયર ખાસ એટલા માટે છે કેમ કે એ સોના અને હીરાથી જડિત છે.
૪૬૦ કરોડ રૂપિયાની બ્રેસિયર
અમેરિકાની લક્ઝરી લૉન્જરી અને ક્લોધિંગ બ્રૅન્ડ વિક્ટોરિયાસ સીક્રેટના ફૅશન-શોમાં એક હીરાજડિત બ્રેસિયર રજૂ કરવામાં આવી. આમ તો આ બ્રૅન્ડે આ બ્રેસિયર ૮ વર્ષ પહેલાં જ બનાવી હતી, પરંતુ અત્યારે ફરીથી એને રૅમ્પ-વૉક પર રજૂ કરી છે. અમેરિકન સોશ્યલાઇટ અને બિઝનેસવુમન કાયલી જેનરે આ બ્રેસિયર પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. ૨૯ વર્ષની કાયલીએ સફેદ પાંખો પહેરીને એન્જલવાળા લુકમાં હીરાજડિત બ્રેસિયર પહેરી હતી. આ બ્રેસિયર ખાસ એટલા માટે છે કેમ કે એ સોના અને હીરાથી જડિત છે. એમાં ૪૪૧૦ હીરા જડવામાં આવ્યા છે જેનું કુલ વજન ૭૫ કૅરૅટ છે. સોના પર ઘડાયેલી આ બ્રેસિયરનું વજન ૧.૮ કિલો છે. એને બનાવવામાં ૧૫ કારીગરોની ટીમે કામ કર્યું હતું. લગભગ ૧૦૦૦ કલાકની મહેનતે એ તૈયાર થઈ હતી. લગભગ ૩૦ વર્ષ પહેલાં બનાવેલી આ બ્રેસિયર વિક્ટોરિયાસ સીક્રેટની બ્રૅન્ડનું અનોખું નજરાણું છે જે વેચવા માટે નહીં પણ બ્રૅન્ડની હાઈ એન્ડ જ્વેલરીનું ઉદાહરણ છે અને એને ફૅન્ટસી બ્રેસિયર કહેવામાં આવે છે. એ પહેરીને રૅમ્પ પર ચાલવા મળે એને મૉડલ્સ પોતાનું સદભાગ્ય માને છે. હાલમાં એની કિંમત લગભગ પાંચ કરોડ ડૉલર એટલે કે અંદાજે ૪૬૦ કરોડ રૂપિયા હોવાનું મનાય છે.
