Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઊલટી કરવા જતાં આખી કાંટાચમચી ગળી ગઈ ૨૭ વર્ષની યુવતી, ડૉક્ટરોએ પેટ પર ચીરો પાડી સર્જરી કરવી પડી

ઊલટી કરવા જતાં આખી કાંટાચમચી ગળી ગઈ ૨૭ વર્ષની યુવતી, ડૉક્ટરોએ પેટ પર ચીરો પાડી સર્જરી કરવી પડી

Published : 23 November, 2026 04:29 PM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવતીનું કહેવું હતું કે તે કાંટાચમચી મોંમાં નાખીને ઊલટી કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આકસ્મિત રીતે કાંટો અંદર જતો રહ્યો હતો

કાંટાચમચી ગળી ગઈ ૨૭ વર્ષની યુવતી

અજબ ગજબ

કાંટાચમચી ગળી ગઈ ૨૭ વર્ષની યુવતી


ન્યુ ઝીલૅન્ડની વાઇકાટો હૉસ્પિટલના સર્જ્યનો પાસે એક યુવતીનો વિચિત્ર કેસ આવ્યો હતો. એક યુવતીના પેટમાં ફૉર્ક એટલે કે કાંટાચમચી જતી રહી હતી. યુવતીનું કહેવું હતું કે તે કાંટાચમચી મોંમાં નાખીને ઊલટી કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આકસ્મિત રીતે કાંટો અંદર જતો રહ્યો હતો. તરત જ તે હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દાખલ થઈ હતી. ત્યાં ડૉક્ટરોએ એક્સ-રે કરીને ખાતરી કરી હતી. ડૉક્ટરોએ શરૂઆતમાં એન્ડોસ્કોપિક પ્રક્રિયા દ્વારા મોં વાટે કાંટો બહાર કાઢવાના બે વખત પ્રયાસ કર્યા હતા. જોકે બંને પ્રયાસ નિષ્ફળ જતાં સર્જરી કરવી એ જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. અંતે મેડિકલ ટીમે કાંટો બહાર કાઢવા માટે લેપ્રોસ્કોપિક પ્રક્રિયા કરી જેમાં પેટ પર ચાર સેન્ટિમીટરનો કાપો મૂકીને કી-હોલ સર્જરી કરી હતી. યુનિવર્સિટી ઑફ ઑકલૅન્ડના સર્જરી વિભાગના સિનિયર ડૉ. જેસી ફિશરનું કહેવું હતું કે ‘સદ્નસીબે મહિલાના પેટમાં કોઈ કાણું પડ્યું નહોતું અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી. સર્જરીના બે દિવસ પછી તે ઘરે ગઈ હતી અને સામાન્ય આહાર લેવાનું શરૂ કરી શકી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 04:29 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK