ડૉગીઝની આત્મહત્યાના કિસ્સા વધી ગયા હોવાથી સ્થાનિક ઍડ્મિનિસ્ટ્રેશને અહીં વૉર્નિંગ બોર્ડ લગાવ્યું છે જેથી લોકો પોતાના પાળતુ ડૉગીઝને અહીં બને ત્યાં સુધી લાવે નહીં.
આ છે એ રહસ્યમયી બ્રિજ
કેટલાક પુલ સુસાઇડ માટે ફેમસ હોય છે. અવાવરું અને ઓછી માનવવસ્તીની અવરજવર ધરાવતા પુલ પરથી લોકો પાણીમાં પડતું મૂકતા હોય છે. જોકે સ્કૉટલૅન્ડમાં એક બ્રિજ છે જે માણસો નહીં પણ ડૉગીઝની આત્મહત્યા માટે જાણીતો છે. ડૉગીઝ સુસાઇડ કરે? હા, ડબાર્ટન વિસ્તારમાં આવેલા પુલની હાઇટ પચાસ ફુટ જેટલી છે. લોકલ લોકોનું કહેવું છે કે આ પુલની નજીક ફરવા આવતા કૂતરાઓમાં અચાનક સુસાઇડ કરવાની ટેન્ડન્સી વધી જાય છે. જો કોઈ વ્યક્તિ ડૉગીને દોરીથી બાંધીને પણ આ પુલ પર ફરવા લઈ આવે તો એવું અનેક વાર બન્યું છે કે ડૉગી ગમેએમ કરીને દોરી છોડાવીને સીધો બ્રિજ નીચેથી પડતું મૂકે છે. ન્યુ યૉર્ક ટાઇમ્સમાં આ રિપોર્ટ છપાયા પછી આ બ્રિજ પર એવું તે શું રહસ્ય છે એનું સંશોધન કરવામાં આવ્યું હતું. જોકે એ પછી પણ સાયન્ટિસ્ટો કોઈ તારણ પર પહોંચી નહોતા શક્યા કે શા માટે ડૉગીઝ અહીં આવીને સુસાઇડલ થઈ જાય છે. ડૉગીઝની આત્મહત્યાના કિસ્સા વધી ગયા હોવાથી સ્થાનિક ઍડ્મિનિસ્ટ્રેશને અહીં વૉર્નિંગ બોર્ડ લગાવ્યું છે જેથી લોકો પોતાના પાળતુ ડૉગીઝને અહીં બને ત્યાં સુધી લાવે નહીં.


